ભારતમાં નવા શ્રમ કાયદામાં કામના કલાકો ઘટાડવા માટે અને રજાઓના દિવસોમાં વધારો કરવાની યોજના ઘડી રહી છે તેવામાં એક કંપનીએ અજબ-ગજબ ફરમાન બહાર પાડ્યું છે. આ કંપનીએ કર્મચારીઓને સમયસર ઓફિસે પહોંચવા માટે ટેવ પાડવા ઓવરટાઈમનો વધારાનો ભાર આપ્યો છે.
એક કંપનીએ આ નિયમ બનાવ્યો છે કે જા તમે ઓફિસમાં ૧ મિનિટ મોડા પહોંચો છો તો તેના બદલે તમારે તમારી શિફ્ટ એટલેકે કામના કલાકો બાદ પણ વધુ ૧૦ મિનિટ કામ કરવું પડશે એટલેકે તમારી શિફ્ટ સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યાની છે અને તમે ૧૦.૦૨ વાગ્યે આૅફિસ પહોંચશો તો તમારી શિફ્ટ ૬.૨૦ વાગ્યે સમાપ્ત થશે.
જા હા, તો આભાર માનો કે તમારી કંપનીએ આ હુકમનામું બહાર પાડ્યું નથી પરંતુ કઈ કંપનીએ આ પ્રકારનું ફરમાન બહાર પાડ્યું છે તેની પણ સ્પષ્ટતા થઈ નથી. એક અનામી કંપનીના ઓફિસ નિયમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં નોટિસમાં લખવામાં આવ્યું છે કે ૧ મિનિટના વિલંબને બદલે ૧૦ મિનિટ વધુ કામ કરવું પડશે.
ઓફિસનો આ નવો નિયમ કઈ કંપનીનો છે તે જાણી શકાયું નથી. પરંતુ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઝોરોના કો-ફાઉન્ડર અભિષેક અસ્થાનાએ શેર કર્યો છે. ઓફિસની નોટિસ શેર કરતા તેમણે લખ્યું, અમુક કંપનીઓના માલિકો અને ૐઇ ડાકુ ગબ્બર સિંહ જેવા હોય છે. નફો કરવો અથવા નફા માટે કડક નિયમો કરવા સારી બાબત છે પરંતુ લાંબાગાળે આ પોલિસી કંપની માટે જ નુકશાનકારક સાબિત થશે.