ભારત અને વિશ્વમાં ફુગાવો વધારવા માટે નવિલનથ બનેલા ક્રુડતેલના ભાવ આગામી સમયમાં સ્થીર થાય તેવા સંકેત છે. યુક્રેન યુદ્ધના કારણે ક્રુડતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઈરાન બાદ રશિયાના ક્રુડતેલ પર પ્રતિબંધના કારણે હવે ઓઈલ ઉત્પાદક રાષ્ટ્રો પર જ વિશ્વની નજર છે.
આ સ્થિતિમાં ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠને તથા અન્ય ક્રુડતેલ ઉત્પાદક દેશએ હાલની ઉંચા ભાવની સ્થિતિ જાતા જુલાઈ અને ઓગષ્ટમાં ક્રુડતેલ
ઉત્પાદન પ્રતિદિન ૬,૪૮,૦૦૦ બેરલ કરવા નિર્ણય લીધો છે. જે હવે ૪.૩૨ લાખ બેરલ પ્રતિદિન છે અને આ રીતે ૫૦% જેટલું ઉત્પાદન વધશે.
વિશ્વની કુલ ક્રુડતેલ ડિમાન્ડના ફકત ૦.૪% નો વધારો થશે અને તેનાથી હાલ ક્રુડતેલની બજાર જે સતત વધી રહી છે તેમાં થોડો બ્રેક લાગશે. પરંતુ ઓપેક સહિતના દેશો જુલાઈ-ઓગષ્ટમાં આ પ્રકારે ઉત્પાદન ટાર્ગેટને હાંસલ કરી શકાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. ઉપરાંત બીજી તરફ અમેરિકાએ પણ ક્રુડતેલનો સ્ટોક ઘટવા લાગ્યા છે.
યુરોપીયન દેશોએ આ વર્ષના અંત સુધીમાં રશિયા પરના ક્રુડતેલનો આધાર ૯૦% સુધી ઘટાડવા નિર્ણય લીધો છે જેથી તે વિશ્વના અન્ય બજારોમાં હવે તેની ક્રુડતેલ આવશ્યકતા માટે લાંબાગાળા પર નજર કરશે. આ ઉપરાંત જે ઉત્પાદન વધારવા નિર્ણય લેવાયો છે જેમાં અેંગોલા-નાઈજેરીયા આ પ્રકારે ઉત્પાદન વધારી શકશે કે કેમ તે પ્રશ્ન છે.