ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સમક્ષ આત્મસમર્પણ કરનાર પાકિસ્તાન હવે તેના સિંધ પ્રાંતના દૂરના પર્વતીય પ્રદેશમાં ગુપ્ત રીતે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બર બનાવી રહ્યું છે. બુધવારે જય સિંધ મુત્તાહિદા મહાઝના પ્રમુખ શફી બુરફતે લખેલા પત્રમાં આ ખુલાસો કર્યો હતો, જેમાં પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ પત્ર પર સિંધ દેશના કાર્યકરો અને સિંધી નાગરિક સમાજ જૂથોના પ્રતિનિધિઓ દ્વારા સહી કરવામાં આવી હતી. સિંધી કાર્યકરોએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીને પણ આ મામલાની તાત્કાલિક તપાસ કરવા વિનંતી કરી છે.સામે આવેલા પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંધ પ્રાંતમાં બનાવવામાં આવી રહેલી ટનલ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે જાડાયેલી છે અને તેનો ઉપયોગ યુરેનિયમ સંવર્ધન, પરમાણુ સામગ્રી સંગ્રહ અથવા અન્ય સંવેદનશીલ પ્રક્રિયાઓ માટે થઈ શકે છે. ચોક્કસ સ્થળોનો ઉલ્લેખ કરીને, પત્રમાં જામશોરોની ઉત્તરે, નોરિયાબાદ નજીક, કમ્બર-શાહદાદકોટ વિસ્તારની આસપાસ અને મંઝર તળાવની પશ્ચિમ બાજુએ બાંધકામનો ઉલ્લેખ છે. લશ્કરી ગુપ્તતાને કારણે આ વિસ્તારોમાં પ્રવેશ પ્રતિબંધિત છે, અને ઝડપી ભૂગર્ભ બાંધકામ ચાલી રહ્યું છે. બુરફતે સ્વતંત્ર સ્થાનિક સાક્ષીઓના નિવેદનો, તારીખવાળા ફોટોગ્રાફ્સ, નકશા અને સમુદાય અહેવાલો પુરાવા તરીકે રજૂ કર્યા.બુરફતે ચેતવણી આપી હતી કે જા આ અસુરક્ષિત ભૂગર્ભ સુવિધાઓમાં પરમાણુ સામગ્રી મળી આવે છે, તો તે કિરણોત્સર્ગી પ્રદૂષણ, અકસ્માતો, ઇકોસિસ્ટમને નુકસાન અને આંતરરાષ્ટ્રીય પરમાણુ સલામતી ધોરણોનું ઉલ્લંઘન તરફ દોરી શકે છે. આ સિંધની નદીઓ, ખેતીની જમીન, જૈવવિવિધતા અને સ્થાનિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે, જે સરહદ પાર પર્યાવરણીય ખતરો ઉભો કરી શકે છે. આ આરોપ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની ઊંડાઈને ઉજાગર કરે છે, જે પહેલાથી જ વૈશ્વિક તપાસ હેઠળ છે. ૨૦૨૫ માં પાકિસ્તાન પાસે આશરે ૧૭૦ પરમાણુ શસ્ત્રો હોવાનો અંદાજ છે, જે સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી શકે છે.સિંધની સ્વતંત્રતા ઇચ્છતી સિંધુ દેશ ચળવળે પાકિસ્તાનની પ્રવૃત્તિઓને પ્રાદેશિક શાંતિ માટે ખતરો ગણાવી છે. પત્રમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ,આઇએઇએ, યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ અને ડિસઆર્મમેન્ટ ઓફિસને તપાસ માટે આઇએઇએ નિષ્ણાતોની એક ટીમ તૈનાત કરવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, યુએન પર્યાવરણ કાર્યક્રમ સહિત એક સ્વતંત્ર તથ્ય શોધ મિશનની રચના કરવી જાઈએ. સ્ત્રોત સુરક્ષા અને રેડિયોલોજીકલ ઘટનાઓની અપેક્ષા રાખવા માટેની યોજના સુનિશ્ચિત કરવા માટે પણ હાકલ કરવામાં આવી છે.પાકિસ્તાનની તૈયારીઓ એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનને ભારત તરફથી વધુ એક હુમલાનો ભય છે. સિંધી કાર્યકરો કહે છે કે આ પ્રવૃત્તિ સ્થાનિક સમુદાયોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. વૈશ્વિક સમુદાય હવે એ જાવાની રાહ જાઈ રહ્યો છે કે શું આઇએઇએ જેવા સંગઠનો હસ્તક્ષેપ કરશે, કારણ કે આનાથી દક્ષિણ એશિયામાં નવી અસ્થિરરતા આવી શકે છે. પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી એ જ એકમાત્ર રસ્તો છે.








































