ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લુ સ્ટાર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે એક મોટી ભૂલ હતી જેની કિંમત ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાના જીવથી ચૂકવી હતી. તેઓ હિમાચલ પ્રદેશના કસૌલીમાં ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવમાં બોલી રહ્યા હતા.ચિદમ્બરમે કહ્યું, “બધા આતંકવાદીઓને ખતમ કરીને પકડવાનો બીજા કોઈ રસ્તો હોઈ શકે છે. પરંતુ ઓપરેશન બ્લુ સ્ટાર ખોટો અભિગમ હતો. હું સંમત છું કે શ્રીમતી (ઇન્દિરા ) ગાંધીએ પોતાના જીવથી તે ભૂલની કિંમત ચૂકવી. પરંતુ તે ભૂલ સેના, પોલીસ, ગુપ્તચર અને સિવિલ સર્વિસનો સંયુક્ત નિર્ણય હતો. તમે એકલા શ્રીમતી ગાંધીને દોષી ઠેરવી શકતા નથી.”કાર્યક્રમ દરમિયાન, ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તેમને કોઈપણ લશ્કરી અધિકારી પ્રત્યે કોઈ અનાદર નથી, પરંતુ તેમણે ભાર મૂક્્યો કે ઓપરેશન બ્લુ સ્ટાર સુવર્ણ મંદિરને ફરીથી કબજે કરવાનો યોગ્ય રસ્તો નથી. તેમણે કહ્યું કે સેનાને સુવર્ણ મંદિરને ફરીથી કબજે કરવાના ઓપરેશનથી દૂર રાખવી જાઈતી હતી. જાકે ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટાર માટે પોતાનો જીવ ગુમાવ્યો, તે બધાનો સામૂહિક નિર્ણય હતો. તેમણે કહ્યું, “આમાં કોઈપણ લશ્કરી અધિકારીનો અનાદર નથી, પરંતુ ઓપરેશન બ્લુ સ્ટાર સુવર્ણ મંદિરને ફરીથી કબજે કરવાનો ખોટો રસ્તો હતો. થોડા વર્ષો પછી, અમે સેનાને બહાર રાખીને સુવર્ણ મંદિરને ફરીથી કબજે કરવાનો સાચો રસ્તો બતાવ્યો.”તેમણે એમ પણ કહ્યું કે પંજાબની “વાસ્તવિક સમસ્યા” તેની આર્થિક પરિસ્થિત છે. તેમણે ભારપૂર્વક કહ્યું, “પંજાબની મારી મુલાકાતોથી મને ખાતરી થઈ ગઈ છે કે ખાલિસ્તાન અને અલગતાવાદનો રાજકીય સૂત્ર લગભગ સમાપ્ત થઈ ગયો છે અને વાસ્તવિક સમસ્યા આર્થિક પરિસ્થિત છે.








































