પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશનથી ચણાની ખરીદી કરવાની સિસ્ટમ અમલી હતી ત્યારે ખરીદ સેન્ટર તરફથી ખેડૂતોને રજિસ્ટ્રેશન મુજબ મોકલવામાં આવેલ મેસેજ ટેકનિકલ કારણોસર મોડા મળ્યા હતા. જેના કારણે ખેડૂતો જે-તે સમયે સમયસર ચણા વેચવા માટે પહોંચી શક્યા નહોતા. આવા ખેડૂતો ટેકાના ભાવે ચણાની ખરીદીના લાભથી વંચિત રહી ગયા છે. જેથી સ્પેશિયલ કેસમાં આવા ખેડૂતોના ચણા ફરી ખરીદ કરવામાં આવે તેવી બાવકુભાઇ ઉંધાડે માંગ કરી છે. વધુમાં બાવકુભાઇ ઉંધાડે રાજ્ય સરકારની ટેકાના ભાવથી ખેતપેદાશોની ખરીદી કરવામાં આવતી હોય, જે કામગીરીને બિરદાવી હતી.