છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓડિશા વાવાઝોડાંનો સામનો કરી રહ્યું છેચક્રવાતી વાવાઝોડું અસાનીના જાખમને જાતાં ઓડિશા સરકારે ૧૮ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી ૪૮ કલાકમાં ૪૦-૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જાખમને જાતાં સરકારે એનડીઆરએફની ૧૭ ટીમ અને ઓડીઆરએએફની ૨૦ ટીમ તહેનાત કરવામાં આવી છે. ૧૭૫ ફાયરબ્રિગેડને પણ તહેનાત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી લઈને શનિવાર સુધી ભારે પવન ફૂંકાઈ શકે છે. આંદામાનના સમુદ્રમાં ઓછા દબાણને કારણે ચક્રવાતની ગતિ શુક્રવારે જ જાણી શકાશે.
આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે ૮ મે સુધીમાં વાવાઝોડું બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે. આ પછી એની ગતિ ૭૫ કિમી પ્રતિ કલાક થઈ શકે છે. અમે એના પર નજર રાખી રહ્યા છીએ.વાવાઝોડું આસાનીની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં જાવા મળી શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ ઓડિશા સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
૨૦૨૧માં ભારતમાં ત્રણ વાવાઝોડાં આવી ચૂક્યાં છે. વાવાઝોડું જવાદ ડિસેમ્બર ૨૦૨૧માં આવ્યું હતું, જ્યારે વાવાઝોડું ગુલાબ સપ્ટેમ્બર ૨૦૨૧માં આવ્યું હતું. આ સિવાય મે ૨૦૨૧માં વાવાઝોડું યાસ આવ્યું હતું