આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જવાદ વાવાઝોડાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન જવાદ શનિવારે સવાર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. દરમિયાન હવામાન વિભાગે ૩ ડિસેમ્બરથી ઓડિશાના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના રેડ અલર્ટની ચેતવણી જોરી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઓડિશાના જિલ્લાઓમાં પણ ૩ ડિસેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વાવાઝોડાને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે, રસ્તાઓ પર દૃશ્યતા ઘટી શકે છે અને પાકા રસ્તાઓને નુકસાન થઈ શકે છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે.
હવામાન અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારથી ઓડિશામાં વરસાદની તીવ્રતા વધશે, કારણ કે દરિયાકાંઠાના જિલ્લાઓ અને આંતરિક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ગજપતિ, ગંજમ, પુરી અને જગતસિંહપુર જિલ્લાઓ માટે રેડ અલર્ટ જોહેર કર્યું છે.
શનિવારે કેન્દ્રપાડા, કટક, ખુર્દા, નયાગઢ, કંધમાલ, રાયગડા અને કોરાપુટ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જોહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની જોણકારી અનુસાર દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજોબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થવાથી ઠંડીમાં વધારો થયો છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થવાની સંભાવના છે.આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં, ઉત્તરી-મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
વર્ષ ૧૮૯૧થી ૨૦૨૦ દરમિયાન ડિસેમ્બર મહિનામાં એકવાર પણ ચક્રવાત ઓડિશાના દરિયાકિનારાને અથડાયો નથી. ૧૩૦ વર્ષ પછી પહેલીવાર ડિસેમ્બર મહિનામાં અહીં ચક્રવાત આવી રહ્યો છે. આ પહેલાં ૧૯૯૯માં સુપર સાઇક્લોન સાથે ૨૦૧૩ ફાઈલીન, ૨૦૧૪માં હૂડહૂડ, ૨૦૧૯માં ફાની, ૨૦૨૦માં અમ્ફાન પછી ઓડિશા હવે જવાદ ચક્રવાતનો સામનો કરશે.
છેલ્લાં ૧૩૦ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બંગાળ સાગરમાં કોઈ ચક્રવાત નહોતો આવ્યો, પરંતુ ભારત મહાસાગરમાં ડિસેમ્બર મહિનામાં ઘણા ચક્રવાત આવ્યા છે. ૧૯૬૪માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આંદામાન સાગરમાં એક ચક્રવાત ઊભો થયો હતો. આ ચક્રવાતને કારણે ૨૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ થવાની સાથે દરિયામાં પણ ઊચી લહેર ઊઠી હતી.