અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે તાજેતરની ઘટના ટેક્સાસના ઓટિન શહેરમાં સામે આવી છે, જ્યાં એક આરોપીએ રિટેલ  સ્ટોર ટાર્ગેટના પા‹કગમાં ત્રણ લોકોને ગોળી મારી હતી. ગોળીબાર બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જાકે, પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી.

પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ આરોપી લગભગ ૩૦ વર્ષનો છે. હત્યા કર્યા પછી, આરોપીએ એક કાર ચોરી કરી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો. ભાગતી વખતે તેની કારને નુકસાન થયું ત્યારે તેણે એક કાર ડીલરની દુકાનમાંથી બીજી કાર ચોરી લીધી. જાકે, તેનો તમામ પ્રયાસ નિરર્થક રહ્યો અને પોલીસે તેને શહેરના દક્ષિણ કિનારે, ઘટનાસ્થળથી લગભગ ૩૨ કિલોમીટર દૂર ટેઝર ગનની મદદથી કસ્ટડીમાં લીધો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે બપોરે લગભગ ૨.૧૫ વાગ્યે, તેમને ટાર્ગેટના પા‹કગમાં ગોળીબારની માહિતી મળી હતી. માહિતી મળ્યા પછી જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બે લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા અને એક ગંભીર રીતે ઘાયલ હતો. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઓટિન માટે ખૂબ જ દુઃખદ દિવસ છે અને તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ઓટિનના મેયર કિર્ક વોટસને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું, ‘આ એક વિનાશક પરિસ્થિતિ છે અને મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, હું ફક્ત એટલું જ કહી શકું છું કે તે બંદૂક હિંસાનું ઘૃણાસ્પદ અને કાયર કૃત્ય હતું.’ લોની લી (૨૨) નામની એક સ્થાનિક મહિલાએ કહ્યું કે તે થોડા કલાકો પહેલા જ તેની બહેન સાથે ટાર્ગેટ સ્ટોરમાં ગઈ હતી. બપોરે, તેઓ તેમના દાદા-દાદી સાથે લંચ કરવા ગયા હતા અને જ્યારે તેઓ ખરીદી કરવા માટે સ્થળ પર પાછા ફર્યા, ત્યારે તેઓએ જાયું કે પાર્કિંગ લોટને પોલીસે ઘેરી લીધો હતો. લીએ કહ્યું, ‘અમે ખરેખર નસીબદાર હતા, પરંતુ કેટલાક લોકો એટલા નસીબદાર નહોતા.’