ધો.૧૨ કોમર્સ બોર્ડ પરિણામને આધારે ઘણા વિદ્યાર્થીઓ C.A / C.S. ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે

વિદ્યાર્થીના જીવનમાં પાયાનું શિક્ષણ એ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું મર્યાદિત નથી પરંતુ તે વિદ્યાર્થીના નૈતિક અને સામાજિક વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે વિદ્યાર્થીની વિચારશક્તિ અને સર્જનાત્મક્તાને પણ પ્રોત્સાહન આપે છે. ઉપરાંત વિદ્યાર્થીને ભવિષ્યના શૈક્ષણિક અને વ્યવસાયિક પડકારો માટે તૈયાર કરે છે. આ તમામ પ્રકારના પાયાનું શિક્ષણ આપવાનું ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સએ બીડું ઝડપ્યું છે. ઓક્સફર્ડ સ્કૂલ અમરેલીના ઈતિહાસમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ ના ન્યાયે વિદ્યાર્થીઓ અને વાલીઓના સપનાને અનુરૂપ શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ આપવાના વિઝન સાથે કામ કરે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન શાખામાં ઉત્તમોત્તમ શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓની તેજસ્વીતા તથા પ્રતિભામાં નિખાર લાવી અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા શિક્ષણપ્રેમી નાગરિકોને શૈક્ષણિક સિધ્ધિના ભાગીદાર બનાવવાના મિશન સાથે આ સંસ્થા કામ કરી રહી છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં શિક્ષકો એ જ સંચાલકો હોવાથી સમગ્ર કેમ્પસનું વાતાવરણ શિક્ષણમય જ છે. આ સંસ્થાના શિક્ષકો વિદ્યાર્થીઓની ખામીઓને ખૂબીઓમાં પરિવર્તિત કરે છે. આ બાબત શિક્ષકો વિદ્યાર્થીને પારખવાની પ્રક્રિયામાં નિરીક્ષણની કળા્‌, વાતચીત અને સંવાદ, વૈવિધ્યપૂર્ણ પ્રવૃતિઓનું આયોજન, ખામીઓમાંથી સુષુપ્ત શક્તિ શોધવી, પડકારો અને તેનો સામનો વગેરે બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે. સંસ્થાના વિદ્યાર્થીઓ વૈશ્વિક પરિસ્થિતિ અને પ્રવાહથી વાકેફ થાય તે હેતુથી દર મહિને કેરિયર કાઉન્સેલીંગ અને મોટીવેશનલ સેમિનાર રાખવામાં આવે છે. ઉપરાંત દર મહિને વાલી વિદ્યાર્થીઓની વિષય – શિક્ષકો સાથે રૂબરૂ મુલાકાત ગોઠવવામાં આવે છે. જેથી વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, મેનેજમેન્ટ વચ્ચે એક સેતુ બાંધી શકાય. અમરેલી વિસ્તારના વિદ્યાર્થીઓને મોટા શહેરોના વિકલ્પે વતનમાં જ હાઈટેક શિક્ષણ સુવિધા મળે અને રાજ્યના અન્ય તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધાત્મક તાકાત બતાવી તેમને સર્વોચ્ચ સ્થાનો તરફ મોકલવા તે ઓક્સફર્ડ સ્કૂલનો એકમાત્ર આદર્શ અને પ્રતિજ્ઞા છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના છેલ્લા દસ વર્ષના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરિણામોએ સંસ્થાની મહત્વાકાંક્ષાઓને ફળીભૂત કરતો પડદો પાડયો છે. સંસ્થામાંથી દર વર્ષે NEET પરિણામને આધારે ૮ થી ૧૦ વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે છે જ્યારે JEE / Gujcet/ બોર્ડ પરિણામને આધારે ગુજરાત રાજ્યની ટોપ એન્જિ. કોલેજો જેવી કે DA–IICT, NIRMA, DDU, PDPU, L.D., BVM વગેરેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે. ધો. ૧૦ બોર્ડ પરિણામમાં એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાએ તો અમરેલી જિલ્લામાં ઈતિહાસ સર્જી દીધો છે. ધો.૧૨ કોમર્સ બોર્ડ પરિણામને આધારે ઘણા વિદ્યાર્થીઓ C.A / C.S. ની પ્રવેશ પરીક્ષા પાસ કરીને આગળનો અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ પરિણામોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો સહકાર છે. જેનાથી વર્ષોવર્ષ ઓક્સફર્ડના મૂકૂટમાં એક પછી એક યશકલગી ઉમેરાતી જ જાય છે. આપણે હવે એક એવા યુગમાં પ્રવેશ્યા છીએ કે જેમાં વિદ્યાર્થીના ચિત્તને અન્ય મનોરંજક બાબતો વારંવાર તાણી જાય છે. આજના શિક્ષણ જગત સામેનો આ એક નવો અને ભયાનક પડકાર છે અને આ પડકાર સંસ્થાએ ઝીલ્યો છે. ઓક્સફર્ડ સ્કૂલ વિદ્યાર્થીને અભ્યાસમાં રસ લેતો કરે છે પછીની આંખો અને પાંખો તો કુદરતે તેને આપી જ છે. મહાન ડોક્ટરો, મહાન એન્જિનિયરો અને મહાન મેનેજમેન્ટગુરૂ કક્ષાના વાણીજ્યપતિઓની પાયાની કેળવણીમાં જે સત્વ તત્વ હોવા જોઈએ એ પાયાપુરાણનું કામ સંસ્થા કરી રહી છે. ઓક્સફર્ડ સ્કૂલ જેટલું ધ્યાન વિદ્યાર્થીઓ માટે રાખે છે, સંચાલકો એટલું જ ધ્યાન શિક્ષકો માટે રાખે છે. શિક્ષકોની સજ્જતા જ સંસ્થાનું પ્રાણતત્વ છે. અમરેલી જિલ્લો વિદ્યામાં આદિ અને પ્રારંભતીર્થ એટલે આપણે સૌ વિદ્યાજગતના સર્વતોમુખી વિકાસ માટે બંધાયેલા છીએ. ઓક્સફર્ડ સ્કૂલની સિસ્ટમ, રહેવા માટેના અનુકૂળ વાતાવરણની હોસ્ટેલ, ફુલ-ડે સ્કૂલ અને પરિણામલક્ષી અભ્યાસ અને પરીક્ષાપધ્ધતિ આ તમામ બાબતોના સમન્વયથી સંસ્થા છેલ્લા દસ વર્ષથી જિલ્લામાં ઉત્કૃષ્ટ પરિણામ આપી વાલી-વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરી રહી છે. કેળવણીના કબીરવડના છાયડા સમી અમારી સંસ્થામાં એક વિસામો લેવા જરૂરથી પધારશો.