ભારતનો છૂટક ફુગાવો ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે વધીને ૬.૨૧ ટકા થયો હતો, જે અગાઉના મહિનાના ૫.૪૯ ટકાના નવ મહિનાના ઉચ્ચ સ્તર કરતાં વધુ હતો. મોંઘવારી દરમાં વધારો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવ છે. ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ૧૪ મહિનામાં પ્રથમ વખત રિઝર્વ બેંક આૅફ ઇન્ડિયાના ૬ ટકાના સહનશીલતા બેન્ડને વટાવી ગયો છે, એટલે કે ઓગસ્ટ ૨૦૨૩ પછી પ્રથમ વખત.
મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ઓક્ટોબરમાં છૂટક ફુગાવો વધીને ૬.૨૧ ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં ૫.૪૯ ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે મોંઘવારી વધી છે. તે ભારતીય રિઝર્વ બેંકના સહનશીલતા બેન્ડના ઉપલા સ્તરને વટાવી ગયું છે. ઓક્ટોબર ૨૦૨૩માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ૪.૮૭ ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટીક્સ આૅફિસના ડેટા દર્શાવે છે કે ખાદ્ય ચીજાનો ફુગાવો ઓક્ટોબરમાં વધીને ૧૦.૮૭ ટકા થયો હતો, જે સપ્ટેમ્બરમાં ૯.૨૪ ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં ૬.૬૧ ટકા હતો.
આરબીઆઈ, જેણે આ મહિનાની શરૂઆતમાં મુખ્ય ટૂંકા ગાળાના ધિરાણ દરને યથાવત રાખ્યો હતો, તેને સરકાર દ્વારા સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે કે ફુગાવો ૨ ટકાના માર્જિન સાથે ૪ ટકા પર રહે.