પ્રાચીન કાળથી ભારતીય ગણિતશાસ્ત્ર વૈશ્વિક રીતે અનેકવિધ સંશોધન કરતું આવ્યું છે. પ્રાચીન ધરોહરમાં ભૌમિતિક તેમજ ગાણિતિક સમીકરણોનો ભરપૂર પ્રયોગ જાઈ શકાય છે અને આજે પણ તેની સંરચના અચરજ પમાડે તેવી લાગે છે.
ગણિત શિક્ષણનાં ભિષ્મ પિતામહ પી.સી.વૈદ્ય દ્વારા સ્થપાયેલ ગુજરાત ગણિત મંડળ પ્રતિવર્ષ ગણિત જીજ્ઞાસુઓનું અધિવેશન કરે છે. ૬૧મું અધિવેશન તા.૧૦થી ૧ર સુધી ઓકસફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ પરિસર કેરીયારોડ, સંજાગ ન્યૂઝની બાજુમાં આયોજીત થવા જઈ રહેલ છે. અમરેલી જિલ્લામાં ગણિતશાસ્ત્રના વટવૃક્ષ જેવા ગણિત શિક્ષણ અંગે આજીવન ભેખધારી ગુરુવર્ય એચ.એલ. પટેલની રાહબરી હેઠળ ગણિત વિજ્ઞાનનાં વર્તમાન ભૂતપૂર્વ શિક્ષકો તથા સેવાભાવી વ્યકિતઓ દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે. અમરેલીમાં ગુજરાત ગણિત મંડળના આયોજનમાં ગુજરાતભરનાં ગણિત તજજ્ઞ પધારી રસપ્રદ લોકભોગ્ય શૈલીમાં ગણિતની અવનવી બાબતો, સંશોધનો, વ્યવહારિક પ્રયોજન તથા ગણિત શિક્ષણ અંગે ઓડિયો વિઝયુઅલ રજૂઆત કરશે. અમરેલી જિલ્લાનાં ગણિત વિજ્ઞાનના વર્તમાન તેમજ નિવૃત શિક્ષકો, પ્રાધ્યાપક, વેપારીગણ, અધિકારીગણ, વ્યવસાયિકો, ડોકટર્સ, એÂન્જનિયર્સ ઉપરાંત ગણિતમાં રસ ધરાવનારી કોઈપણ વ્યકિતને હૃદયપૂર્વક આમંત્રણ છે કે આ ગણિત મહાકુંભમાં સહભાગી થાય. અમરેલીમાં આ અવસરનો અવશ્ય લાભ લેવા લોકોને અનુરોધ કરેલ છે. આ અધિવેશનની આયોજક કમિટીમાં એચ.એલ. પટેલ, સૂર્યકાંત પાઠક, રમણલાલ વીસાવળીયા, મયુરભાઈ ગજેરા, પંકજભાઈ રાજયગુરૂ, દ્વારકાદાસ લલાડીયા, ગોપાલ રાઠોડ, નિલેશ ચાંપાનેરી, નવરોઝ ગાંગાણી, કનુભાઈ કસવાલા, નિલેશભાઈ ગજેરા, પ્રહલાદભાઈ વામજા સહિતનાં શિક્ષકો જાડાયા છે.