બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયા પર હાજર છે, પરંતુ ભાગ્યે જ સક્રિય છે. ઐશ્વર્યા ભાગ્યે જ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરે છે, પરંતુ તે કરે છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે. તાજેતરમાં, લાંબા સમય પછી, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.ઐશ્વર્યા અને અભિષેક તેમની ૧૯મી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે, તેમણે એક સુંદર કૌટુંબિક ફોટો શેર કર્યો જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. આ દિવસ ઐશ્વર્યા અને અભિષેક માટે બેવડી ખુશીનો દિવસ હતો. અભિષેકની આગામી ફિલ્મ “રાજા શિવાજી” નું ટ્રેલર રિલીઝ થયું હતું, અને તે તેમની ૧૯મી લગ્ન વર્ષગાંઠ પણ હતી. આ પ્રસંગે ઐશ્વર્યાએ એક કૌટુંબિક ફોટો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
એશ્વર્યા રાયે અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ “રાજા શિવાજી” ના ટ્રેલર લોન્ચ પછી ઇન્સ્ટાગ્રામ પર અભિષેક અને તેની પુત્રી આરાધ્યા સાથે બે સેલ્ફી શેર કરી હતી. અભિનેત્રીએ તેમની વર્ષગાંઠ નિમિત્તે આ કૌટુંબિક ફોટો શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ફોટામાં, ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા અને પતિ અભિષેક સાથે હસતી અને પોઝ આપતી જાવા મળે છે. ફોટા દર્શાવે છે કે આ આજે લેવામાં આવ્યા છે, કારણ કે અભિષેકે ‘રાજા શિવાજી’ ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પહેરેલા કપડાં પહેર્યા છે.
ઐશ્વર્યાએ તેના લગ્નની વર્ષગાંઠ પર આ ફેમિલી ફોટો શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. તેણે કેપ્શનમાં લાલ હૃદયનું ઇમોજી પણ લખ્યું હતું, પરંતુ તેણે કોઈ સંદેશ લખ્યો ન હતો. જા કે, પોસ્ટ કર્યાની થોડી મિનિટોમાં જ, ફોટોને ૨૦,૦૦૦ થી વધુ લાઈક્સ મળ્યા અને સેંકડો લોકોએ કોમેન્ટ દ્વારા ફોટો પર પ્રેમ વરસાવ્યો. ઘણા ચાહકોએ ફેમિલી ફોટોને ‘દિવસનો શ્રેષ્ઠ ફોટો’ ગણાવ્યો, જ્યારે અન્ય લોકોએ કપલને તેમની વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા.
ઐશ્વર્યા રાયે એક વર્ષ પછી તેના પતિ અભિષેક સાથેનો ફોટો શેર કર્યો છે. આ પહેલા, તેણે છેલ્લે ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ અભિષેક અને આરાધ્યાનો ફોટો શેર કર્યો હતો, જે તેમની ૧૮મી લગ્ન વર્ષગાંઠ હતી. તેવી જ રીતે, ઐશ્વર્યાએ ૨૦૨૪ માં તેના લગ્નની વર્ષગાંઠ પર એક સમાન ફેમિલી ફોટો શેર કર્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનું ૨૦ એપ્રિલ, ૨૦૦૭ ના રોજ શાહી લગ્ન થયા હતા. તેમના લગ્ન પહેલા, તેઓએ એકબીજાને ડેટ કર્યા હતા. કામના મોરચે, ઐશ્વર્યા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, જ્યારે અભિષેક સક્રિય રીતે કામ કરી રહ્યો છે. તે રિતેશ દેશમુખ અભિનીત આગામી ફિલ્મ “રાજા શિવાજી” માં મુખ્ય ભૂમિકા ભજવશે અને શાહરૂખ ખાન અને સુહાના ખાન અભિનીત “કિંગ” માં પણ જાવા મળશે.












































