બોલીવુડની ઓજી દિવા ઐશ્વર્યા રાય બચ્ચન સોમવારે સાંજે મુંબઈમાં જીએસબી સેવા મંડળ ગણપતિ પંડાલમાં તેની પુત્રી આરાધ્યા બચ્ચન અને માતા વૃંદા રાય સાથે જાવા મળી હતી. ગણેશ પંડાલમાંથી બહાર નીકળતા ત્રણેયની તસવીરો અને વીડિયો હવે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ઐશ્વર્યા અને આરાધ્યા ભારે ભીડમાં બાપ્પાના દર્શન કરતા જાઈ શકાય છે. પંડાલમાં હાજર ભક્તોની ભીડ પણ અભિનેત્રી ઐશ્વર્યા સાથેની તસવીરો કલીક કરતી જાવા મળે છે. ગણેશ ચતુર્થીનો ઉત્સાહ ચારેબાજુ સ્પષ્ટપણે જાવા મળી રહ્યો છે.
બોલિવૂડના સૌથી પ્રિય સ્ટાર્સમાંની એક, ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ તેની માતા વૃંદા રાય અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈના પ્રખ્યાત જીએસબી ગણેશ પંડાલમાં ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન આશીર્વાદ લેવા જાવા મળી હતી. તેમના દર્શનનો એક વીડિયો, જેમાં તે દર્શન કર્યા બાદ ભીડમાંથી પસાર થતો જાવા મળી રહ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિમ્પલ પણ સુંદર ગુલાબી કુર્તા પહેરેલી ઐશ્વર્યા ભીડમાં તેની માતાને મદદ કરતી જાવા મળે છે. આરાધ્યા પણ તેની માતા અને દાદી સાથે પીળા કુર્તામાં જાવા મળી હતી.
તાજેતરના સમયમાં, બોલીવુડની ઘણી હસ્તીઓ મુંબઈમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લેતા જાવા મળી છે, જેમાંથી સૌથી વધુ લોકપ્રિય છે લાલ બાગચા રાજા અને જીએસબી ગણેશ. ભાગ્યશ્રી અને કાર્તિક આર્યન જેવા સ્ટાર્સે લાલ બાગચા રાજામાં તેમની હાજરી દર્શાવી હતી, જ્યારે ઐશ્વર્યા તેના પરિવાર સાથે જીએસબી પંડાલમાં જાવા મળી હતી.
કામની વાત કરીએ તો, ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની સુપરહિટ પીરિયડ ડ્રામા ‘પોનીયિન સેલવાન’ના પહેલા અને બીજા ભાગમાં જાવા મળી હતી. તેણે હજુ સુધી કોઈ આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.