ઉનામાં લલિતાબેન વિકાસ ફાઉન્ડેશન સંચાલિત એ.આર. ભટ્ટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી’વૃક્ષોની ઓળખ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને વિવિધ વૃક્ષોની ઓળખ કરાવી હતી અને પર્યાવરણમાં તેના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક વૃક્ષના ઉપયોગ, ઔષધીય ગુણધર્મો અને પર્યાવરણમાં તેના યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓ, કેમ્પસમાં રહેલા વૃક્ષોની ઓળખ મેળવે અને તેના મહત્વ વિશે જાણે તે હેતુથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.