રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ રાજકારણમાં ગરમાવો જાવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના કદ્દાવર
નેતા અને ધારાસભ્ય કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે તેવા એક સમાચાર વહેતા થયા હતા. પરંતુ જૂનાગઢમાં એક બેઠક દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ખુલાસો કરીને મોટું નિવેદન આપ્યું છે.
કાંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જૂનાગઢમાં મળેલી એક બેઠકમાં હુંકાર કરીને ભાજપને મૂંહતોડ જવાબ આપ્યો છે. તેમણે હુંકાર કરતા જણાવ્યું છે કે, મારી ભાજપમાં જાડાવાની વાત અફવાહ માત્ર છે. વિસાવદર તાલુકાના ભલગામે એક કાર્યક્રમમાં ભાજપમાં જાડાવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને તેમણે અફવાહ પર પૂર્ણવિરામ મૂક્યું છે.
કાંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિસાવદર તાલુકાના ભલગામે એક કાર્યક્રમમાં એક વાતનો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એહમદ પટેલની રાજ્ય સભાની ચૂંટણી સમયે આજ લોકોએ મને ક્રોસ વોટિંગ કરીને તેમને વોટ નહીં આપવા માટે મને ૪૦ કરોડની ઓફર કરી હતી. પરંતુ મેં સ્વીકારી નહોતી. સિંહ કોઇ દિવસ ખડ નો ખાઈ. આ નિવેદન બાદ બેઠકમાં હાસ્ય ફેલાઈ ગયું હતું.