શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં “નવરાત્રી મહોત્સવ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ પરિવારે સાથે મળીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં વેલડ્રેસ, વેલ પર્ફોર્મન્સ, પ્રાદેશિક વેશભૂષા અને આરતીની થાળી ડેકોરેશન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને
તૃતીય વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાની ૮૦૦ વિદ્યાર્થિનીઓને આ પ્રસંગે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. ઇનામો અને નાસ્તાની વ્યવસ્થા સમગ્ર સ્ટાફ પરિવાર અને પ્રિન્સિપાલ તરફથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ઉષાબેન તેરૈયા અને સમગ્ર સ્ટાફ પરિવારે કાર્યક્રમની સફળ આયોજન કર્યું હતું. કમિટીના સભ્યો ધૃતિબેન મહેતા, સંગીતાબેન પરમાર, કિરીટભાઈ હિંગુ અને ભરતભાઈ ગામીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.