સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ એસ.વાય. બી.કોમ.ની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી રવુભાઇ ખુમાણ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા જાહેર કરાયેલ એસ.વાય. બી.કોમ. પરીક્ષા ટાઇમ ટેબલ મુજબ પરીક્ષાઓ તા. ૧૪-ડિસે.-ર૧ થી શરૂ થાય છે. અને તે સી.એ.ની પરીક્ષામાં અડચણરૂપ થતી હોય, સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પરીક્ષાનો સમય બદલીને ૯ઃ૩૦ થી ૧રનો કરવો. જેથી સી.એ.ની પરીક્ષાઓ માટે સંબંધિત કેન્દ્રો પર પહોંચી શકાય. વિદ્યાર્થીઓ દ્વારા સતત મળતી રજૂઆતોને ધ્યાને લઇ રવુભાઇ ખુમાણે વિદ્યાર્થીઓની રજૂઆતને વાચા આપી છે.