એસ.ટી. બસમાં મુસાફરી કરતાં એક મુસાફર માટે એ જ બસમાં મુસાફરી કરતી નર્સ ‘ભગવાન’ બનીને આવી હતી. જાફરાબાદ-રાજકોટ બસમાં જાફરાબાદનો યુવક સફર કરી રહ્યો હતો. જેને હાર્ટ સંબંધિત બીમારી હતી. અચાનક ચાલુ બસે તે બેભાન થઈ ઢળી પડ્‌યો હતો. બસમાં સવાર મહિલા નર્સ દયાબેન મકવાણાએ બસ કંડકટર સાથે મળી યુવકને તાત્કાલિક CPR આપ્યો હતો જેથી તેનો જીવ બચી ગયો હતો. નર્સ દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્‌યું હતું. હાજર સૌ કોઈએ તેમના કામની સરાહના કરી તેમને વધાવી લીધા હતા. અને યુવકને ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડ્‌યો હતો. સમગ્ર ઘટના અંગે જણાવતા નર્સ દયાબેન મકવાણાએ કહ્યું કે હું ‘રાજુલાની એક હોસ્પિટલમાં નોકરી કરું છું, જાફરાબાદ-રાજકોટ બસમાં સફર કરતાં સમયે જામનગર જતો એક યુવક બેભાન થઈ ગયો હતો. ૧૦૮માં ફોન કર્યો પણ તાત્કાલિક ન પહોંચી શકે એટલા માટે માનવતાની ફરજ દાખવી મેં CPR આપ્યો હતો.