ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ને છેલ્લાં ઘણા સમયથી લડત ચલાવી રહ્યાં છે. પરંતુ રાજય સરકાર દ્વારા હજુ સુધી તેમના પ્રશ્નોનુ કોઈ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ એસ.ટી. કર્મચારીઓના પ્રશ્ને રાજય સરકારમાં ઉગ્ર રજૂઆત કરી છે. ધારાસભ્ય ધાનાણીએ જણાવ્યું છે કે,
એસ.ટી.કર્મચારીઓ લોકોની સેવામાં સતત ખડેપગે રહીને પોતાની ફરજ બજાવે છે.
પરંતુ રાજય સરકાર દ્વારા હજુ સુધી તેમના જુના પડતર પ્રશ્નો જેવા કે, મોંઘવારી ભથ્થુ, પગારની વિસંગતા, એરિયર્સ, ૭મુ પગારપંચ, ઓવરટાઈમ જેના પ્રશ્નો અધ્ધરતાલ છે. જેથી આ પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.