વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે ન્યૂયોર્કમાં જી-૪ દેશોના તેમના સમકક્ષો સાથે મુલાકાત કરી. જેમાં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારા માટે જૂથની પ્રતિબદ્ધતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ય્૪ દેશોમાં બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાનનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે જી ૪ દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠકો માટે એકબીજાના દાવાને સમર્થન આપે છે.
વિદેશ મંત્રી એસ જયશંકર, જેઓ અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે, તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૯મા સત્ર દરમિયાન સોમવારે જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા, જર્મનીના વિદેશ મંત્રી અનાલેના બેરબોક અને બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા સાથે મુલાકાત કરી. આ બેઠક પછી, તેણે સોશિયલ મીડિયા ઠ પર લખ્યું કે, આજે ન્યુયોર્કમાં સાથીદારો સાથે પરંપરાગત ય્-૪ વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપીને આનંદ થયો.જી-૪ એ ટેક્સ્ટ-આધારિત વાટાઘાટો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સુરક્ષા પરિષદમાં સુધારાના પ્રયાસોમાં ભારત વર્ષોથી મોખરે છે. ભારત કહે છે કે ૧૯૪૫માં સ્થપાયેલી ૧૫-રાષ્ટ્રીય પરિષદ ૨૧મી સદીના હેતુને પૂર્ણ કરતી નથી અને તે સમકાલીન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી. ધ્રુવીકૃત સુરક્ષા પરિષદ પણ વર્તમાન શાંતિ અને સુરક્ષા પડકારોનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. જેનાં તાજેતરનાં ઉદાહરણો યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝરાયેલ-હમાસ જેવા સંઘર્ષો છે, જેણે કાઉન્સીલના સભ્યોને વિભાજિત કર્યા હોવાનું જણાય છે.
જયશંકરે સોમવારે તેમના વેનેઝુએલાના સમકક્ષ યવાન ગિલ સાથે ઉર્જા અને આર્થિક સહયોગ સહિત અન્ય મુદ્દાઓ પર પણ વાતચીત કરી હતી. જયશંકરે એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “યુએનજીએ ૭૯ દરમિયાન વેનેઝુએલાના વિદેશ પ્રધાન યવાન ગિલને મળીને આનંદ થયો. ઊર્જા, આરોગ્ય અને આર્થિક સહયોગ તેમજ બહુપક્ષીયવાદમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવી.