સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ એસ.એમ.જી.કે. શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવીન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં જ શાળામાં વિદ્યાર્થીઓ માટે માટીના રમકડા બનાવવાની એક રસપ્રદ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના માટીના રમકડા બનાવ્યા હતા. શાળાના શિક્ષકો અને સ્ટાફે વિદ્યાર્થીઓને આ કામમાં માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.