અમરેલીની એસ.એચ. ગજેરા, વિદ્યાસભા કેમ્પસ ખાતે વિશ્વયોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આયુર્વેદિક આરોગ્ય વિભાગના ડો. ઓ.જી. યાદવ, ડો. હેમાંશુ વાજા, ડો. દિપક ચાવડા, નિતેશભાઇ ચુડાસમા, નરેન્દ્રભાઇ મકવાણા, ડી.એલ.એસ.એસ. સ્ટાફગણ તેમજ સ્કૂલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં યોગાસન કરી યોગ દિનની ઉજવણી કરી હતી. કેમ્પસ ડાયરેકટર હસમુખભાઇ પટેલે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. યોગ શિક્ષક જયદેવસિંહ ગોહિલે યોગ અને પ્રાણાયામ તથા કાયદાઓ વિશે માહિતી આપી હતી.