અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ઊર્જા સંરક્ષણ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓ ઊર્જા સંરક્ષણ, સૌર ઊર્જા વિશે વિવિધ પ્રશ્નોત્તરી તેમજ તેને લગતા સાધનો વિશે રસપૂર્વક માહિતગાર થયા હતા. આ કાર્યક્રમના માધ્યમથી બાળકોમાં રહેલ પૂર્વ જ્ઞાનની પણ ચકાસણી થઈ હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ સાથે સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને બાલભવન અમરેલીના ડાયરેક્ટર નિલેશભાઈ પાઠક તેમની સાથે નયનાબેન પાઠક, ચેતનભાઈ પાઠક દ્વારા તમામ માહિતી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ સાયન્સ સિટીના લોક વિજ્ઞાન કેન્દ્રના ઉપક્રમે યોજાયેલ હતો. આ તકે મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણી, પ્રિન્સિપાલ તથા શિક્ષક સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકમને સફળ બનાવેલ હતો.