શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત સ્કૂલના વિદ્યાર્થીઓનું એક વિશેષ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું. રમત-ગમત, સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્‌યા દ્વારા “કોફી વિથ કલેક્ટર” કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા. આ અવસર પર, વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી અંગે મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે, બંને અધિકારીઓએ દીકરીઓના સર્વાંગી વિકાસ, સુરક્ષા અને શિક્ષણ પર ભાર મૂક્યો. તેમણે “બેટી બચાવો, બેટી પઢાઓ” અભિયાનને પ્રોત્સાહન આપ્યું અને આ દિશામાં થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ આ પ્રેરણાદાયી કાર્યક્રમના આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી અને આશા વ્યક્ત કરી હતી.