શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની હેન્ડબોલ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થવા પામી છે. ધો.૮ના વાઘેલા સૂર્યદીપ, ધો.૫ના દુડવે નરેશ, ધો.૭ના ચૌહાણ નેવીન, ધો.૬ના તમગડીયા માનસી, ધો.૮ના ઝાપડીયા સુનિતા, ધો.૮ના મેર રિદ્ધીની હેન્ડબોલ નેશનલ ચેમ્પિયનશીપમાં મુંબઈ ખાતે પસંદગી થઈ છે. આ તમામ વિદ્યાર્થીઓને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, હેન્ડબોલ કોચ રવિભાઈ નાવડીયા, સંસ્થાના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરીને આવે અને રાજ્ય તથા અમરેલીનું ગૌરવ વધારે તે માટે શુભકામના પાઠવવામાં આવી હતી.