અમરેલી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની S.G.F.I જુડો સ્પર્ધામાં શ્રીમતી એસ.એચ.ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને કુલ ૧૪ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સ્પર્ધાનું આયોજન ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ અમરેલી મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથીU-૧૪,U-૧૭ અનેU-૧૯ કેટેગરીના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓમાંU-૧૪ બહેનોમાં ચેમ્પિયન કાનાણી ત્રિશા, પેથાણી કાવ્યા, ગોસ્વામી ક્રેયા, ગઢિયા તમન્ના, રાઠોડ યશ્વિ, રામાણી ધ્રુવી, ડાભી યશશ્વી, ભટ્ટી દિયા, વકાતર ખુશાલી સહિતનો સમાવેશ થાય છે. ેં-૧૪ ભાઈઓમાં નાકિયા ઈશ્વર, વાલા નુમરાજ, બરવાંડિયા ફેનીલ, પટેલ મન, જાપડિયા અજીત, ઢાકેચા ભવ્યનો સમાવેશ થાય છે.U-૧૭ બહેનોમાં ચેમ્પિયન પંડ્‌યા રૂદ્રિકા, જતાપરા જાનવી, લુણાગરિયા શ્રેયા, વાઢેર આસ્થા, ચાવડા ત્રિશા, સાવલીયા સારથી, રાજભર કુસુમ જ્યારેU-૧૭ ભાઈઓમાં ચેમ્પિયન મેણીયા કલ્પેશ, કલસરીયા અંકિત, સાવલીયા શ્યામ, મકવાણા કુલદિપ, પટેલ હિલ, રૈયાણી ધવલ, રાઠોડ ભાવેશ, કુવાડિયા મિતેશનો સમાવેશ થાય છે. U-૧૯ બહેનોમાં ચેમ્પિયન ધાંધલા વિધિ, ચૌહાણ પૂજા, દવે વિશ્વ, બાકું મનસ્વી, હરિપરા વૃંદા, ઠુમ્મર અનેરી, વંશ જીજ્ઞા, ઢોલરિયા હાર્દિક અનેU-૧૯ ભાઈઓમાં ચેમ્પિયન મકવાણા હાર્દિક, નંદવાણા રવિરાજ, મુલિયા તુષાર, જેઠવા સુખદેવ, પટણી અરમાન, મકવાણા આરરદીપ, રાજડીયા પલ, કથિરીયા જસ્મીન, પરમાર કરણનો સમાવેશ થાય છે. આ તમામ વિજેતા ખેલાડીઓને શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે આ ખેલાડીઓને કોચ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.