અમરેલીના શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ દ્વારા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ સહિતની વિવિધ સ્પર્ધામાં તેમજ રમતગમત, સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓમાં ભાગ લઈને જિલ્લા અને રાજ્ય સ્તરે ઉચ્ચ પદકો જીત્યા હતા. આ સિદ્ધિઓની ઉજવણી માટે ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓને સંસ્થાની ભૌતિક સુવિધાઓ, રમતગમતના પ્રોત્સાહન અને સાંસ્કૃતિક પ્લેટફોર્મનો લાભ લઈ નિયમિત અભ્યાસ અને આત્મવિશ્વાસથી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ અને સંસ્થા પ્રબંધનને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આ સમારોહમાં સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી, એમ.કે. સાવલિયા, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, ભરતભાઈ ધડુક અને દિનેશભાઈ કાપડિયા તેમજ શાળાના પ્રિન્સિપાલ અને ટ્રેનર્સ ઉપસ્થિત રહયા હતા.