શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસ-સ્કૂલ-હોસ્ટેલમાં જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૪ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ડાન્સ, ડ્રામા અને મિમિક્રીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, બાળ સ્વરૂપે રાસલીલા રમી રહ્યા હોય તેવો નજારો પણ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડી રાસ ગરબા સાથે ભગવાન બાળ સ્વરૂપે રાસલીલા રમી રહ્યા હોય તેવો નજારો પણ જોવા મળ્યો હતો. બેસ્ટ ડાન્સ અને બેસ્ટ ડ્રેસ તેમજ બેસ્ટ મહિલાઓની જોડી ને નિર્ણાયકોની ટીમ દ્વારા સારા પર્ફોમન્સ બદલ વિભાગ વાઈઝ બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ અને મિશ્ર માધ્યમના પ્રથમ, દ્વિતીય અને
તૃતીય નંબર આવેલ વિદ્યાર્થીઓને બેસ્ટ-પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં અભ્યાસ અને સંસ્કારનું સિંચન થાય રહે તેવા હેતુ સર કેમ્પસમાં આવા
સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દિનેશભાઈ ભુવા, સુરેશભાઈ દેસાઈ, રાજુભાઈ ગઢીયા, ગણપતભાઈ, સાગરભાઈ મહેતા, સરલાબેન ગજેરા, પટેલ સમાજ અને ખોડલધામ સમિતિના હોદ્દેદારો, મંત્રી ચતુરભાઈ ખુંટ, ખોડાભાઈ સાવલિયા, વસંતભાઈ પેથાણી, પ્રિન્સિપાલ, તેમજ તેમજ વાલીઓ હાજર રહ્યાં હતાં.