ચંપાબેન વસંતભાઈ ગજેરા અને શાંતાબેન હરીભાઈ ગજેરા સ્કૂલના ઉપક્રમે ય્ઁન્-૨૦૨૪ ઈન્ટર સ્કૂલ કિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૮ શાળાઓના ક્રિકેટ ખેલાડીઓની ટીમ પસંદગી કરવામાં આવેલ હતી. બે દિવસીય સ્પર્ધામાં નાલંદા શાળાની ટીમે ચેમ્પિયનશીપ મેળવેલ અને ઈનોવેટીવ સ્કૂલ રનર્સ અપ બની હતી. જેમને સંસ્થા વતી ચેમ્પિયન ટીમને ૧૧,૦૦૦/- રોકડ અને પુરસ્કાર અને રનર્સ અપ ટીમને ૫૧૦૦/- રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ ચેમ્પિયન ટોફી, રનર્સ અપ ટ્રોફી અને વિજેતા ટીમના તમામ ખેલાડીઓને ટ્રોફી તેમજ સ્પર્ધા વાઈઝ મેન-ઓફ-ધ-મેચ, મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આઠ ટીમના તમામ ખેલાડીઓને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન નિઃશુલ્ક રાખવામાં આવેલ હતું.જેમાં ટ્રોફીના સ્પોન્સર્ડ પટેલ પ્લાય એન્ડ હાર્ડવેર સેનેટરી તેમજ કો-સ્પોન્સર્ડ ટી.વી.એસ. શો-રૂમ અને બાટા શો-રૂમ તરફથી પ્રોત્સાહન મળેલ હતું. આ તકે શૈલેષભાઈ સંઘાણી-ચેરમેન, અમરેલી માર્કટીંગ યાર્ડ, જિલ્લા ડ્ઢરૂજીઁ અશોકસિંહ ગોહીલ, લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ દિવ્યેશભાઈ વેકરીયા તથા રીતેશભાઈ સોની, ધર્મેશભાઈ વિસાવળીયા, વિજયભાઈ વસાણી, સુરેશભાઈ પટોળીયા, જયદેવભાઈ કોઠીવાળ, વલ્લભભાઈ રાજયગુરુ તેમજ સંસ્થાના મંત્રી-મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ અને ડાયરેકટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા.