બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામે રહેતી એક પરિણીતાએ થોડા દિવસ પહેલા એસિડ ગટગટાવ્યું હતું. જેને લઈ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે પરિણીતાના પતિ દેરવાજભાઈ રમેશભાઈ ગોરાસવા (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, તેની પત્નીએ બારેક દિવસ પહેલા સવારે ૧૦ વાગ્યાની આસપાસ ઘરકામ કરતી વખતે છોકરીઓ કનડતી હોવાથી એસિડ પી લીધું હતું. જે બાદ તેને સારવાર અર્થે જસદણ, રાજકોટ, ગોંડલ અને અમદાવાદ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એ.એસ.કટારા વધુ તપાસ કરી રહ્યા છે.