(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૩
એસસી એસટી અનામતમાંથી ક્રીમી લેયર હટાવવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આઠવલેએ કહ્યું કે એસસી-એસટી કેટેગરીની જાતિઓનું પેટા વર્ગીકરણ કરવું જાઈએ. આનાથી સમૂહમાં પછાત જાતિઓને ફાયદો થશે. પરંતુ એસસી એસટી અનામતમાં ક્રીમી લેયરની જાગવાઈ ન લાવવી જાઈએ. જા આમ કરવામાં આવશે તો અમારી પાર્ટી તેનો વિરોધ કરશે.રિપબ્લકન પાર્ટી ઓન ઈન્ડયા (આઠાવલે)ના વડા અને સામાજિક ન્યાય અને સશÂક્તકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ ઓબીસી અને સામાન્ય વર્ગના સભ્યો માટે પણ સમાન પેટા વર્ગીકરણની માંગ કરી હતી. આઠવલેએ કહ્યું કે એસસી એસટી માટે અનામત જાતિ પર આધારિત છે. આરપીઆઈ (એ) એસસી અને એસટીના આરક્ષણમાં ક્રીમી લેયરની જાગવાઈઓને લાગુ કરવાના કોઈપણ પગલાનો સખત વિરોધ કરશે.આઠવલેએ કહ્યું કે દેશમાં ૧,૨૦૦ અનુસૂચિત જાતિઓ છે. તેમાંથી ૫૯ મહારાષ્ટÙમાં છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય હેઠળ, મહારાષ્ટ સરકારે અનુસૂચિત જાતિઓનો અભ્યાસ કરવા માટે એક કમિશન બનાવવું જાઈએ અને તેમને એ બી સી ડીમાં પેટા-વર્ગીકરણ કરવું જાઈએ. આ સાથે જીઝ્રમાં આવતી તમામ જ્ઞાતિઓને ન્યાય મળશે.સુપ્રીમ કોર્ટની સાત જજાની બંધારણીય બેંચે તેના ચુકાદામાં કહ્યું છે કે રાજ્યને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિને પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે. ચુકાદાનો અર્થ એ છે કે રાજ્યો જીઝ્ર શ્રેણીઓમાં વધુ પછાત લોકોને ઓળખી શકે છે અને ક્વોટાની અંદર વિવિધ ક્વોટા માટે તેમને પેટા-વર્ગીકરણ કરી શકે છે. આ નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સાત સભ્યોની બંધારણીય બેન્ચે આપ્યો છે. બેન્ચે ત્રણ દિવસ સુધી આ મામલાની સુનાવણી કરી અને બાદમાં ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ માટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા ૬ઃ૧ની બહુમતી સાથે આપવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયનો ભાગ બનેલા જસ્ટસ ગવઈએ કહ્યું કે રાજ્યોએ એસસી અને એસટી વચ્ચે ક્રીમી લેયરની ઓળખ કરવી જાઈએ.