સાવરકુંડલા શહેરમાં એસબીઆઇ બેંકના ખાતાધારક વિજયભાઇ દવેએ રૂ. ૧૦ હજાર ઉપાડવા એટીએમ મશીનનો ઉપયોગ કરતા એટીએમમાંથી માત્ર સ્લીપ નીકળી હતી અને પૈસા નીકળ્યા ન હોવા છતાં તેમના ખાતામાંથી રકમ કપાઇ જતા તેમણે બેંકના અધિકારીનો સંપર્ક કરતા કપાત થયેલ આ રકમ બે દિવસમાં પરત મળી જશે તેવું જણાવવામાં આવ્યું હતું. જાકે, બેંકે ખાતાધારકની આ રકમ પરત ન કરતા તેમના દ્વારા અમરેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ હેઠળ તા. ૩૦-એપ્રિલ-ર૦૧૯ના રોજ કરવામાં આવેલ હતી, જેનો કેસ ચાલી જતા ફરિયાદીને સાવરકુંડલા એસબીઆઇ બેંક દ્વારા રૂ. ૧૦ હજાર, ખર્ચ સહિતની રકમ ચૂકવવામાં આવે તેવો ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.