દિવાળીના તહેવાર લઈને ભુજ એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ૧૦૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. એસટી વિભાગ દ્વારા ઉતર ગુજરાત, દાહોદ અને રાજકોટના રુટમાં વધારાની બસો દોડાવવામાં આવશે.
દર વર્ષે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે, જેના કારણે એસટી વિભાગને વધારાની આવક પણ થાય છે. આ વર્ષે પણ ૧૦૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે, જેના કારણે ૪૦ લાખ જેટલી આવક થવાની શક્યતા છે. મુસાફરોનો ટ્રાફિક જાતાં ૨૦૦ જેટલી એકસ્ટ્રા ટ્રીપ કરવા માટેનું આયોજન કર્યું છે. વેકેશનના લીધે વિદ્યાર્થી ટ્રીપો બંધ રહેશે, તે બસોને તાલુકાથી જિલ્લા શટલ સર્વિસમાં ચલાવવામાં આવશે. કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારી દિવાળીના તહેવારમાં પોતાના વતન જતાં હોય છે, જેને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા ૧૦૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.
બીજી તરફ દિવાળી તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટÙ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવાસીઓને વતનમાં લાવવા તેમજ પરત લઈ જવા માટે ગુજરાત એસટી બસ નિગમ દ્વારા ૨૦૦થી વધારે એસટી બસોની સુવિધા કરવામાં આવી છે, જેના પગલે કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે.
સાબરકાંઠાના હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પોતપોતાના વતનમાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા શરૂ કરાય છે, જે અંતર્ગત હિંમતનગર ડિવિઝન દ્વારા ૨૦૦થી વધારે એસટી બસો મૂકવામાં આવનાર છે, જેમાં રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દિવાળી તહેવાર નિમિત્તે પ્રવાસીઓને પોતપોતાના વતનમાં આવવા તેમજ પરત જવા માટે વિશેષ સુવિધા આપવામાં આવનાર છે.
જાકે એક તરફ ખાનગી વાહન ચાલકો દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે મુસાફરો તેમજ પ્રવાસીઓ પાસેથી જે તે જગ્યાના ભાડાઓમાં અતિશય વધારો કરી ખુલ્લી લૂંટ કરાય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા ‘સલામત સવારી એસટી અમારી’ના નારા સાથે ફરી એકવાર મુસાફરો તેમજ પ્રવાસીઓના વહારે આવ્યું છે, એસટી ડિવિઝન દ્વારા આ વર્ષે ૨૦૦થી વધારે એસટી બસો મૂકવામાં આવનાર હોવાથી કેટલાય મુસાફરોને તેનો લાભ મળશે તે નક્કી છે.