દિવાળી પહેલા એસટી કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે. એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે ૪ ટકાનો વધારો કર્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે ૪૬ ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લીધો છે. હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યાે છે
રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં
આવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૪૬% મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય સ્વાગત યોગ્ય છે. આ નિર્ણય થકી કુલ ?૧૨૫ કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને પ્રાપ્ત થશે.’
તેમણે વધુમાં જણાવ્યું છે કે રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવનાર એસ.ટી. નિગમના સર્વે કર્મચારીઓના જીવન ધોરણને વધુ સરળ અને સમૃદ્ધિમય બનાવવા ગુજરાત સરકાર નિરંતર પ્રયાસરત છે.