અમદાવાદ શહેર અને સમગ્ર રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થાય છે. સ્ટેટ મોનિટરિંગ ટીમને દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. બાતમીનાં આધારે દરોડા પાડી બૂટલેગરને ઝડપ્યો હતો. બૂટલેગર રાજસ્થાનથી ૧૩૫૨ દારૂની બોટલ ભરીને અમરેલી જઈ રહ્યો હતો. પણ પોલીસનો કડક બંદોબસ્ત અને નાકાબંધીનાં કારણે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલી પરિશ્રમ એલિગન્ટ કોમ્પલેક્ષમાં આવેલી નજીક હોટલ સિટિઝનમાં રોકાયો હતો.
પોલીસે તાત્કાલિક દરોડા પાડી ૫.૧૩ લાખની દારૂની ૧૩૫૨ બોટલ, અઢી હજાર રૂપિયા રોકડા, મોબાઈલ સહિત કુલ કિંમત ૧૦.૨૧ લાખનો મુદ્દમાલ સાથે બૂટલેગર હાર્દિક ઉર્ફે માધો વિનોદરાય માધવાણીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બૂટલેગર આરોપી હાર્દિકે કબૂલાત કરી હતી કે તે અમરેલીના બહારપાડાના દાણચોર અનિલ ચાવડા માટે દારૂ લાવ્યો હોવાનું જાણવા મળેલ છે. બૂટલેગર હાર્દિક સામે દારૂ સંબંધિત ૧૫થી વધુ ગુના નોંધાયા છે. અમરેલી, ભાવનગર, રાજકોટ પોલીસે બૂટલેગર સામે ગુના પણ નોંધ્યા છે.