આઇપીએલ ૨૦૨૫ માં, સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે એક મોટી સિદ્ધિ મેળવી. પ્રથમ બેટિંગ કરતા પંજાબે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૪૫ રન બનાવ્યા. જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે ઓપનર અભિષેક શર્માની ઐતિહાસિક સદીના આધારે ૨૪૬ રનનો લક્ષ્યાંક હાંસલ કરીને એક મોટો રેકોર્ડ બનાવ્યો. આઈપીએલના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી મોટો લક્ષ્ય હાંસલ કરવાનો રેકોર્ડ એસઆરએચના નામે છે.આઇપીએલમાં સૌથી વધુ લક્ષ્ય હાંસલ કરવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સના નામે છે. પંજાબે કેકેઆર સામે ૨૬૨ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બીજા નંબરે, ૨૨૬ રનનો લક્ષ્યાંક હતો, જે એસઆરએચ હવે પાછળ છોડી ગયું છે. આ સાથે એસઆરએચએ ટી ૨૦ ક્રિકેટમાં ચોથું સૌથી મોટું લક્ષ્ય હાંસલ કરવાની મહાન સિદ્ધિ પણ હાંસલ કરી.
ટી૨૦ ક્રિકેટમાં સૌથી સફળ રન ચેઝ
૨૬૨ – પીબીકેએસ વિ કેકેઆર, કોલકાતા, ૨૦૨૩
૨૫૯ – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડબ્લ્યુઆઇ, સેન્ચુરિયન, ૨૦૨૩
૨૫૩ – મિડલસેક્સ વિરુદ્ધ સરે, ધ ઓવલ, ૨૦૨૩
૨૪૬ – એસઆરએચ વિરુદ્ધ પીબીકેએસ, હૈદરાબાદ, ૨૦૨૫
૨૪૪ -ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ન્યુઝીલેન્ડ ઓકલેન્ડ, ૨૦૧૮
એસઆરએચની આ રેકોર્ડબ્રેક જીતમાં, અભિષેક શર્માએ ૫૫ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી ૧૪૧ રનની ઇનિંગ રમી. તે જ સમયે, ટ્રેવિસ હેડે ૩૭ બોલમાં ૬૬ રન બનાવ્યા. હેનરિક ક્લાસેન ૨૧ અને ઇશાન કિશન ૯ રન બનાવીને અણનમ રહ્યા. પંજાબ તરફથી ચહલ અને અર્શદીપે માત્ર ૧-૧ વિકેટ લીધી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે કેપ્ટન શ્રેયસ ઐયરની ૮૨ રનની ઇનિંગના આધારે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૪૫ રન બનાવ્યા હતા. પ્રભસિમરને ૨૩ બોલમાં ૪૨ રનનું યોગદાન આપ્યું. ડેથ ઓવરોમાં, માર્કસ સ્ટોઇનિસે માત્ર ૧૧ બોલમાં ૩૪ રન બનાવ્યા. સ્ટોઇનિસે તેની ઇનિંગમાં ૧ ચોગ્ગો અને ૧ છગ્ગો ફટકાર્યો.
પંજાબને હરાવીને, એસઆરએચએ સિઝનની બીજી જીત મેળવી છે. સતત ચાર હાર બાદ હૈદરાબાદને આ જીત મળી છે. આ જીત બાદ, જીઇૐ પોઈન્ટ ટેબલમાં બે સ્થાનનો ઉછાળો મેળવીને ૮મા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે, મુંબઈ ઈન્ડીયન્સ ૯મા સ્થાને અને ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૦મા સ્થાને પહોંચી ગયું છે.















































