રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬ માટે હૈદરાબાદ ટીમઃ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬ સીઝનની પ્રથમ ત્રણ મેચ માટે તેની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. યુવા બેટ્‌સમેન તિલક વર્માને ટીમનો કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે રાહુલ સિંહને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હૈદરાબાદ પોતાની પહેલી ત્રણ  મેચમાં દિલ્હી, પુડુચેરી અને હિમાચલ પ્રદેશનો સામનો કરશે.

તિલક વર્મા તાજેતરમાં એશિયા કપ ૨૦૨૫ ની ફાઇનલમાં પાકિસ્તાન સામેની મેચવિનિંગ ઇનિંગ્સથી હેડલાઇન્સમાં ચમક્્યા હતા. તેમણે દુબઈમાં અણનમ અડધી સદી ફટકારીને ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. હવે, સ્થાનિક ક્રિકેટમાં ટીમને મજબૂત શરૂઆત અપાવવા માટે તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.૨૨ વર્ષીય તિલક વર્માએ ૨૨ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં ૫૨ થી વધુની સરેરાશથી ૧૫૬૨ રન બનાવ્યા છે, જેમાં સાત સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે આઠ વિકેટ પણ લીધી છે. તે ૨૦૧૮ થી હૈદરાબાદ ટીમનો ભાગ છે.

હૈદરાબાદ ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સંતુલિત મિશ્રણ છે. બેટિંગમાં, તન્મય અગ્રવાલ, સી.વી. મિલિંદ, એમ. અભિરથ રેડ્ડી અને રોહિત રાયડુ જેવા વિશ્વસનીય ખેલાડીઓ ટીમને મજબૂત બનાવશે. બોલિંગ વિભાગમાં વરુણ ગૌડ, તનય ત્યાગરાજન, પુન્નૈયા અને કાર્તિકેય કાક મુખ્ય ભૂમિકા ભજવશે. અલી કાચી ડાયમંડ અને રાહુલ રાદેશને વિકેટકીપિંગની ફરજા સોંપવામાં આવી છે. ટીમ માટે પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છેઃ પી. નીતિશ રેડ્ડી, સાઈ પ્રજ્ઞા રેડ્ડી, રક્ષાન રેડ્ડી, નિતેશ કનાલા અને મિખિલ જયસ્વાલ.

હૈદરાબાદની રણજી ટ્રોફી ટીમઃ તિલક વર્મા (કેપ્ટન), રાહુલ સિંહ (વાઈસ-કેપ્ટન), સી.વી. મિલિંદ, તન્મય અગ્રવાલ, એમ. અભિરથ રેડ્ડી, હિમતેજા, વરુણ ગૌડ, તનય ત્યાગરાજન, રોહિત રાયડુ, સરનુ નિશાંત, પુન્નૈયા, અનિકેત રેડ્ડી, કાર્તિકેય કાક, અલી કાચી ડાયમંડ (વિકેટકીપર), રાહુલ રાધેશ (વિકેટકીપર).સ્ટેન્ડબાય ખેલાડીઓઃ પી. નીતિશ રેડ્ડી, સાઈ પ્રજ્ઞા રેડ્ડી, રક્ષન રેડ્ડી, નિતેશ કનાલા, મિખિલ જયસ્વાલ.