પ્રિયંકા ચોપરા અને નિક જાનસના લગ્નજીવનમાં કંઈક બરાબર ન ચાલી રહ્યું હોવાની ભલે અફવા વહેતી થઈ હોય પરંતુ, કપલ તેને ગંભીરતાથી લેતા નથી. પ્રિયંકા ચોપરા અને નિક જાનસ ક્યારેય પણ ફેન્સને કપલ ગોલ્સ આપવામાં નિષ્ફળ જતાં નથી. તેમના લગ્નને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે અને ત્રીજી વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કરતાં પહેલા બંનેએ લંડનમાં યોજાયેલા બ્રિટિશ ફેશન અવોર્ડ્‌સ ૨૦૨૧માં હાજરી આપી હતી. ઈવેન્ટમાં પ્રિયંકા અને નિકના ઘણા વીડિયો વાયરલ થયા છે, જેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે. ઈવેન્ટમાંથી વાયરલ થયેલા આ વીડિયોમાં, પ્રિયંકા અને નિકને અવોર્ડ સેરેમની માટે કાર મારફતે સ્થળ પર આવતા જાઈ શકાય છે. તેઓ જેવા નીચે ઉતરીને થોડું ચાલે છે કે ત્યાં નજીક ઉભેલા કેટલાક ફેન્સ મોટે-મોટેથી પ્રિયંકા ચોપરાના નામની બૂમ પાડે છે. એક્ટ્રેસ તેમની સામે સ્મિત આપે છે અને હાથ હલાવીને અભિવાદન કરે છે. બાદમાં ફેન તેને આઈ લવ યુ’ કહે છે. નિક તરત જ પાછળ વળીને ફેન્સ સામે જુએ છે જ્યારે એક્ટ્રેસ આગળ જતી રહે છે. આ સિવાય અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમા રેડ કાર્પેટ પર ચાલતી વખતે પ્રિયંકા ચોપરાનો ડ્રેસ ફસાઈ જાય છે. નિકનું ધ્યાન જતાં તે તરત જ સરખો કરવા લાગે છે. વીડિયો જાઈને ફેન્સ નિક જાનસના વખાણ કરી રહ્યા છે અને તેને જેન્ટલમેન ગણાવી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ થોડા સમય પહેલા તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાનસ અટક હટાવી દીધી હતી. જે પરથી તે અને નિક અલગ થવાના હોવાની અટકળો શરૂ થઈ હતી. જા કે, આ અંગે પ્રતિક્રિયા આપતા એક્ટ્રેસના મમ્મી મધુ ચોપરાએ ખબરોને અફવા અને જુઠ્ઠી ગણાવીને ફગાવી દીધી હતી.