ઐશ્વર્યા રાયે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સમાં મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક) એવોર્ડ જીત્યો હતો. તેમને આ એવોર્ડ પોનીયિન સેલવાન ૨ માટે આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેણે ડબલ રોલ (નંદિની અને મંદાકિની દેવી) ભજવ્યો છે. આ ખાસ અવસર પર ઐશ્વર્યા રાય પણ ભાષણ આપતી જોવા મળી હતી. આ દરમિયાન તેમની પુત્રી આરાધ્યા પણ ફંક્શનમાં હાજર રહી હતી.
ઐશ્વર્યા રાયે એવોર્ડ જીત્યા બાદ સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મુવી એવોર્ડ્સનો આભાર માનીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે મને એવોર્ડથી સન્માનિત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ મારા માટે ઘણો અર્થ છે, કારણ કે આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક હતી. પોનીયિન સેલ્વન, જેનું નિર્દેશન મારા ગુરુ મણિરત્નમે કર્યું હતું. નંદિની તરીકેનું મારું કામ આમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે સન્માનિત થવું એ ખરેખર ફિલ્મની સમગ્ર ટીમના કામની ઉજવણી છે.
દુબઈમાં સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐશ્વર્યા રાયને કબીર ખાન તરફથી એવોર્ડ મળ્યો હતો. આ દરમિયાન આરાધ્યા આ ક્ષણને પોતાના ફોનમાં કેદ કરતી જાવા મળી હતી. ઐશ્વર્યાએ સમારંભ દરમિયાન રેડ કાર્પેટ પર પણ વોક કર્યું હતું અને વિજેતાઓની જાહેરાત દરમિયાન તેની પુત્રી સાથે આગળની હરોળમાં બેઠી હતી. ઐશ્વર્યા તેના પોનીયિન સેલવાન કો-સ્ટાર વિક્રમને પણ મળી હતી. વિક્રમે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે તસવીર માટે પોઝ પણ આપ્યો હતો.