દેશમાં આજે એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડર આજથી ૧૩૫ રૂપિયા સસ્તું થઈ ગયું છે. સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ સિલિન્ડરના દરમાં ૧૩૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેના પછી ઇન્ડેન સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તું થશે અને દિલ્હીમાં ૨૨૧૯ રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે મળશે.દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે આજે રાહતના સમાચાર કોર્મશિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. ૧૩૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઘરેલુ ગ્રાહકો એટલે કે ૧૪.૨ કેજી સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને આજે આ સિલિન્ડર પર કોઈ રાહત મળી નથી. તેના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે ૧૯ મેના રોજના દરે જ રહેશે.
દિલ્હીમાં ૨૩૫૪ને બદલે ૨૨૧૯માં મળશે,મુંબઈમાં ૨૩૦૬ને બદલે ૨૧૭૧.૫૦ રૂપિયામાં મળશે.,કોલકાતામાં ૨૪૫૪ને બદલે ૨૩૨૨ રૂપિયામાં મળશે.,ચેન્નાઈમાં ૨૫૦૭ના બદલે ૨૩૭૩ રૂપિયામાં મળશે.