ભારતીય ક્રિકેટમાં એક નવો સ્ટાર ઝડપથી ઉભરી રહ્યો છે. તે ખેલાડીનું નામ વૈભવ સૂર્યવંશી છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે, આ યુવા બેટ્સમેને તેની વિસ્ફોટક બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેને આઇપીએલ ૨૦૨૫ માં રાજસ્થાન રોયલ્સ દ્વારા ૧.૧ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, અને તેણે તેના પ્રભાવશાળી પ્રદર્શનથી તે વચનને સાચું પાડ્યું છે.
વૈભવે તેની ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું, પરંતુ તેનો ખરો ધમાકો બીજી મેચમાં થયો, જ્યાં તેણે માત્ર ૩૫ બોલમાં સદી ફટકારી. આઈપીએલના ઇતિહાસમાં આ ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી હતી. દુનિયાભરના દિગ્ગજાએ આ યુવા બેટ્સમેનની પ્રશંસા કરી છે, પરંતુ હવે તેને એક દિગ્ગજ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન તરફથી પ્રશંસા મળી છે.
ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ બેટ્સમેન એલન બોર્ડર પણ આ યુવા ખેલાડીનો ચાહક બની ગયો છે. વૈભવની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “મને લાગે છે કે વૈભવ એક શાનદાર ખેલાડી છે, એક જબરદસ્ત પ્રતિભા છે. મેં ૧૪-૧૫ વર્ષની ઉંમરે ક્્યારેય કોઈ બેટ્સમેનને આટલી શક્તિથી બોલ મારતો જાયો નથી.”ઈ
બોર્ડરે વૈભવની સરખામણી વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા સાથે પણ કરી. તેમણે કહ્યું, “હું હજુ કહી શકતો નથી કે તે ટેસ્ટ ક્રિકેટમાં કેટલો સફળ થશે, પરંતુ મને તેમનામાં બ્રાયન લારાની ઝલક સ્પષ્ટપણે દેખાય છે. તેમણે હજુ લાંબી મજલ કાપવાની છે, પરંતુ તેમની પાસે મેદાનના દરેક ખૂણા પર શોટ રમવાની ક્ષમતા છે.” જાકે, પ્રશંસાની સાથે, બોર્ડરે વૈભવને એક મહત્વપૂર્ણ સલાહ પણ આપી. તેમણે કહ્યું, “વૈભવે હવે પોતાના ડિફેન્સને મજબૂત બનાવવાનું શીખવું જાઈએ.”
આઇપીએલ ૨૦૨૫ માં શાનદાર પ્રદર્શન કર્યા પછી, વૈભવે અંડર-૧૯ સ્તરે પણ પોતાની પ્રતિભા દર્શાવી.આઇપીએલ ૨૦૨૬ માં, તેણે શરૂઆતથી જ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવ્યું, પ્રથમ સાત મેચમાં ૩૬.૨૮ ની સરેરાશથી અને ૨૧૩.૫ ના સ્ટ્રાઇક રેટથી ૨૫૪ રન બનાવ્યા.














































