(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૨
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર મોટો આરોપ લગાવ્યો છે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, ભાજપના એલજીના આશ્રય હેઠળ મહિલા તબીબનું છેલ્લા દોઢ વર્ષથી શોષણ થઈ રહ્યું છે. એલજી સાહેબ શોષણ કરનાર મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને બચાવી રહ્યા છે અને પીડિત મહિલા સામે તપાસ ચલાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે એલજી સાહેબને ટ્રાન્સફર-પોસ્ટંગનો અધિકાર આપ્યો છે જેથી તેઓ મહિલાઓને હેરાન કરતા અધિકારીઓની સુરક્ષા કરી શકે.ભાજપના એલજીના આશ્રય હેઠળ મહિલા તબીબનું છેલ્લા દોઢ વર્ષથી શોષણ થઈ રહ્યું છે. એલજી સર શોષણ કરનાર એમએસને બચાવી રહ્યા છે અને પીડિત મહિલા સામે તપાસ ચલાવી રહ્યા છે.સંજય સિંહે કહ્યું, ‘આ મામલામાં તપાસ માટે ૪ મહિના પછી આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. જ્યારે પીડિત મહિલાએ પોતાના યૌન શોષણની ફરિયાદ કરી અને પુરાવા આપ્યા તો તે જ મહિલા ડોક્ટર વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી. તમામ સતામણી છતાં મહિલાએ હાર ન માની અને કમિટી સમક્ષ પુરાવા રજૂ કર્યા. મે મહિના દરમિયાન થયેલી તપાસમાં જાતીય શોષણના આરોપો સાચા હોવાનું જણાયું હતું. પરંતુ એલજીએ આરોપી એમએસ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. શું ભાજપે પોતાના એલજી અને આરોગ્ય સચિવ દીપક કુમારને માત્ર મહિલા ડાક્ટરનું યૌન શોષણ કરનાર એમએસને બચાવવા માટે જ રાખ્યા છે?સંજય સિંહે કહ્યું શું એલજી કોલકાતા જેવી ઘટનાની રાહ જાઈ રહ્યા છે? જે સ્જી પર હમણાં જ જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે તે જાતીય શોષણના વધુ આરોપોનો સામનો કરી રહી છે. એલજી અને હેલ્થ સેક્રેટરી દીપક કુમાર તેમને બચાવી રહ્યા છે. જ્યારે પીડિત મહિલાએ એમએસ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો ત્યારે મહિલાએ પોતે જ ટ્રાન્સફર થઈ ગઈ હતી.