દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને રાષ્ટ્રીય રાજધાની પરત ફરવું પડ્યું. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાના કારણે,એઆઇ૨૧૪૫ ને તાત્કાલિક દિલ્હી પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. અગાઉ, રાષ્ટ્રીય રાજધાનીમાં ખરાબ હવામાનને કારણે, બાલીથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ (એઆઇ૨૧૪૬) વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. મંગળવારે વારાણસીમાં રોકાયા બાદ, ફ્લાઇટ તે જ રાત્રે દિલ્હી માટે રવાના થઈ હતી.

પૂર્વીય ઇન્ડોનેશિયામાં એક શક્તિશાળી જ્વાળામુખી ફાટવાથી બુધવારે બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ રદ કરવાની ફરજ પડી હતી. ઘણી ફ્લાઇટ્‌સ પણ ડાયવર્ટ કરવી પડી હતી, જેના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલી પડી હતી. હકીકતમાં, પૂર્વ નુસા ટેંગારા પ્રાંતમાં સ્થિત ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક, માઉન્ટ લેવાટોબી લાકી લાકી મંગળવારે સાંજે ફાટ્યો હતો. તેના કારણે રાખના વિશાળ વાદળો આકાશમાં ૧૦,૦૦૦ મીટર (૩૨,૮૦૦ ફૂટ) થી વધુ ઊંચાઈએ ઉડતા હતા. તે લગભગ ૧૫૦ કિમી દૂરથી જોઈ શકાતું હતું.

સાવચેતી તરીકે, ઘણી એરલાઇન્સે બાલીના ન્ગુરાહ રાય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામગીરી સ્થગિત કરી. વર્જિન ઓસ્ટ્રેલિયા, જેટસ્ટાર, એર ન્યુઝીલેન્ડ, સિંગાપોરની ટાઇગરએર, ચીનની જુન્યાઓ એરલાઇન્સ અને એર ઇન્ડિયા સહિત ઘણી એરલાઇન્સે તેમની ફ્લાઇટ્‌સ રદ કરી અથવા ડાયવર્ટ કરી.

દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ફ્લાઇટ વચ્ચે જ પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી. આ પછી, વિમાન દિલ્હીના ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય (ૈંય્ૈં) એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. એરલાઇને સ્પષ્ટતા કરી કે બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, ‘મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે અસરગ્રસ્ત મુસાફરોને હોટલમાં રહેવાની સુવિધા આપી રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે, તો તેઓ ટિકિટ રદ કરવાનો, મુસાફરી બદલવાનો અથવા રિફંડ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.’

અગાઉ, અમદાવાદ વિમાન દુર્ઘટના પછી સુરક્ષા તપાસમાં વધારો અને વિમાનોની ઉપલબ્ધતા ન હોવાને કારણે એર ઇન્ડિયાએ મંગળવારે સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરી હતી. આમાંથી છ ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે, જેના કારણે રદ થયેલી ફ્લાઈટની સંખ્યા ૧૩ થઈ ગઈ છે. આ બધી બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાનની ફ્લાઈટ હતી. દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યું હતું કે ૧૨ થી ૧૭ જૂન દરમિયાન છેલ્લા છ દિવસમાં એર ઇન્ડિયાની કુલ ૨૪૮ ડ્રીમલાઈનર ફ્લાઈટમાંથી ૬૬ ફ્લાઈટ ટેકનિકલ ખામીઓ અથવા વિમાનોની ઉપલબ્ધતા ન હોવાને કારણે રદ કરવી પડી હતી. આ સમયગાળા દરમિયાન, એર ઇન્ડિયાએ ૪૬૨ મોટા વિમાનોનું સંચાલન કર્યું, જેમાંથી ૮૩ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

ડીજીસીએના જણાવ્યા અનુસાર, મંગળવારે રદ કરાયેલી ફ્લાઇટ્‌સમાં અમદાવાદ-લંડન, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગ્લોર-લંડન, દિલ્હી-વિયેના અને દિલ્હી-પેરિસનો સમાવેશ થાય છે. તે જ સમયે, સાન ફ્રાન્સીસ્કોથી મુંબઈ આવતી ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે કોલકાતામાં લેન્ડ કરવામાં આવી હતી અને તેની મુંબઈ અને પછી પાછા ફરવાની મુસાફરી રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્‌સ રદ થવાને કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગેટવિક-લંડનથી અમૃતસર ફ્લાઇટ -૧૭૦ પણ મંગળવારે રદ કરવામાં આવી હતી.

એર ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ઓપરેશનલ કારણોસર અને ફ્લાઇટ રૂટના ડાયવર્ઝનને કારણે ૧૭ જૂને નિર્ધારિત તેની લખનૌ-મુંબઈ ફ્લાઇટ રદ કરી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરો શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય લખનૌ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હકીકતમાં, ૧૭ જૂને નિર્ધારિત એર ઇન્ડિયાની ફ્લાઇટ ૨૪૯૧ રદ કરવામાં આવી હતી. એરલાઇને જણાવ્યું હતું કે દિલ્હીમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ્‌સ ડાયવર્ઝનને કારણે ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ડાયવર્ટ કરેલી ફ્લાઇટ્‌સ મોડી પહોંચવાના કારણે ઓપરેશનલ ક્રૂ તેમની નિયમનકારી ફ્લાઇટ ડ્યુટીની સમયમર્યાદા પૂર્ણ કરી શક્યા.