એર ઇન્ડિયાએ શુક્રવારે ૮ ફ્લાઇટ્‌સ રદ કરી દીધી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જાળવણી અને સંચાલનના કારણોસર ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાની દુબઈથી ચેન્નાઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ એઆઇ૯૦૬, દિલ્હીથી મેલબોર્નની એઆઇ ૩૦૮, મેલબોર્નથી દિલ્હીની એઆઇ૩૦૯, દુબઈથી હૈદરાબાદની એઆઇ ૨૨૦૪ અને પુણેથી દિલ્હીની સ્થાનિક ફ્લાઇટ્‌સ એઆઇ૮૭૪, અમદાવાદથી દિલ્હીની એઆઇ ૪૫૬, હૈદરાબાદથી મુંબઈની એઆઇ-૨૮૭૨ અને ચેન્નાઈથી મુંબઈની એઆઇ૫૭૧ રદ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનાથી જાણ્યા પછી એરલાઇન આ વિમાનોની સમીક્ષા કરશે.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે જમીન પર તેની ટીમો મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાનો પર ઉડાન ભરવા માટે વૈકલ્પીક વ્યવસ્થા કરી રહી છે. એરલાઇને જણાવ્યું હતું કે તેણે રદ કરવા અથવા મફત રિશેડ્યુલિંગ પર મુસાફરોને સંપૂર્ણ રિફંડ પણ ઓફર કરી છે. આ ફ્લાઇટ્‌સ ૨૧ જૂનથી ઘટાડવામાં આવશે.

એર ઇન્ડિયાએ બોઇંગ ૭૮૭ અને ૭૭૭ એરક્રાફ્ટ દ્વારા સંચાલિત સેવાઓમાં કામચલાઉ કાપની જાહેરાત કરી છે, જે ૨૧ જૂનથી ઘણી ફ્લાઇટ્‌સને અસર કરશે. આ કાપ મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ થવાથી ઉદ્ભવતા વધારાના ફ્લાઇટ સમયને સમાવવા તેમજ ફ્લાઇટ પહેલા સુરક્ષા તપાસમાં વધારો કરવાના સ્વૈચ્છીક નિર્ણયથી ઉદ્ભવ્યા છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે આનો ઉદ્દેશ્ય સમયપત્રક સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો અને મુસાફરોને છેલ્લી ઘડીની અસુવિધા ઘટાડવાનો છે.