ગુજરાત માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. રાજ્યમાં ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આ એરપોર્ટને રેલ્વે અને હાઈવે જેવી મલ્ટી મોડલ કનેકિટવિટી દ્વારા જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. ૧૩૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનું ટ્રાફિક સતત
વધી રહ્યું છે. હાલમાં એરપોર્ટની ક્ષમતાથી વધુ પેસેન્જરોની અવરજવર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટની ચારે બાજુ હવે જગ્યા ન હોવાથી વધારાના રન-વે સહિત તેનું વિસ્તરણ થઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર અને ધોલેરાથી ૨૦ કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારના પર્યાવરણ સહિત તમામ વિભાગોની મંજૂરી મળી ગઈ છે.
ધોલેરા સિટી નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું બાંધકામ જોન્યુઆરી ૨૦૨૨માં શરૂ કરવામાં આવશે અને તેનો પહેલો તબક્કો ડિસેમ્બર ૨૦૨૪માં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં રન-વે ૩૨૦૦ મીટરનો બનશે જે બીજો તબક્કામાં ૩૮૦૦ મીટર સુધી લઇ જવાશે. ડીઆઇએસીએલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો ૫૧ ટકા, ગુજરાત સરકારનો ૩૩ ટકા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇઇમ્પ્લિમેન્ટ ટ્રસ્ટનો ૧૬ ટકા હિસ્સો છે. આ કંપનીને રાજ્ય સરકારે ૩૦૦૦ એકર જમીન લીઝ પર આપી છે.
જોણવા મળી રહ્યું છે કે ધોલેરા ઇન્ટરનેશન એરપોર્ટ પરથી ૪ઇ એરક્રાફ્ટ ઉડી શકે તે માટે યોગ્ય એવો ૩૨૦૦ મીટર લાંબો રન-વે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ત્રીજો તબક્કામાં બીજો રન-વે બનાવવામાં આવશે. જ્યારે ત્રણેય તબક્કા પૂર્ણ થશે ત્યારે આ એરપોર્ટ પરથી ૧૦૦ મિલિયન જેટલા મુસાફરો પ્રતિવર્ષ આવન-જોવન કરી શકશે. વિમાન પા‹કગ માટે ૧૨ એપ્રોન બનાવવામાં આવશે અને ૨૦,૦૦૦ ચોરસમીટર જમીનમાં પેસેન્જર ટર્મિનલ બનશે. ૩૦૦૦ ચોરસમીટરથી વધુના અલગ અલગ એટીસી ટાવર સાથે કાર્ગો ટર્મિનલ પણ આ એરપોર્ટમાં બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ ફાળવી દેવામાં આવ્યો છે. જેના પગલે એરપોર્ટની જગ્યાએ માટી પૂરાણ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે માટી પૂરાણ થયાના એક વર્ષ બાદ એરપોર્ટના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં પણ અમદાવાદ નજીક ધોલેરા પાસે બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાર વર્ષે પૂર્ણ થશે તેવું સરકારે જણાવ્યું હતું. આ પ્રોજેક્ટનો સુધારેલો અંદાજીત ખર્ચ ૧૩૦૫ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. જો કે હજી પ્રોજેક્ટનું કામ શરૂ થઇ શક્યું નહોતું. પ્રથમ તબક્કાના ડેવલપમેન્ટના ભાગ-૧ માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.