રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગાયના ગોબરમાંથી બનાવેલ ગોમય પ્રોડક્ટસ આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે ગૌ સેવા રાષ્ટ્ર સેવા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે બે વર્ષ દરમિયાન કરેલ કામગીરીની બુક પણ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને અર્પણ કરી ગૌ સેવાના વિવિધ પાસાઓ ઉદ્યોગો સ્થાપવા સહિતના વિષયો પર ચર્ચા કરી હતી.