અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ એમ.એસ.સી. મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના M.Sc. (MB) યુનિવર્સિટી પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ સ્થિત આ કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટ ક્લાસ મેળવીને ગૌરવ વધાર્યું છે. આ પરિણામમાં વિદ્યાર્થિનીઓએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. દેસાઈ દ્રષ્ટિ એન. ૮૬.૦૦% ગુણ સાથે કોલેજમાં પ્રથમ સ્થાન પર રહી છે. જ્યારે કોયાણી બંસી એસ. ૮૦.૬૭% ગુણ મેળવીને દ્વિતીય સ્થાને અને ઘોડાસરા નિશા બી. ૭૯.૫૦% ગુણ સાથે તૃતીય સ્થાને રહી છે. અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ દ્વારા આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.








































