જ્હાન્વી કપૂરની હાલની એમ્સ્ટર્ડમની ટ્રિપ કલરફુલ આઉટફિટ, નયનરમ્ય લોકેશન અને ગુડ ફૂડથી ભરપૂર રહી હતી. રવિવારે એક્ટ્રેસે તેના વેકેશનમાંથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે અને તેમાંથી કેટલીક ફેન્સને ફ્રેન્ડશિપ ગોલ્સ આપતી રહી છે. અજય દેવગણ અને કાજાલની દીકરી ન્યાસા દેવગણ સાથે ફૂડ એન્જાય કરતી જ્હાન્વીની તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. બંને ગ્લેમ ગર્લ છે અને બોલ્ડ ફેશન ચોઈસથી દરેકનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. આ વખતે બંનેએ રેડ કલરના આઉટફિટમાં Âટ્‌વનિંગ કરતી જાવા મળી, જેમાં તે ખરેખર ગોર્જિયસ લાગે છે. આ તસવીરમાં તેમની સાથે બે ખાસ મિત્રો પણ જાવા મળ્યા. જ્હાન્વી કપૂરે શેર કરેલી પોસ્ટમાં પહેલી સોલો તસવીર છે, જેમાં તે ડેનિમ ડંગરી, ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ લૂકમાં જાવા મળી રહી છે. આ સિવાય તેણે એક ફ્રેન્ડ સાથેની સેલ્ફી શેર કરી છે. એક તસવીરમાં તે ઓલ-વ્હાઈટ લૂકમાં દેખાઈ રહી છે અને દિવાલ પર લખેલા ક્વોટ પાસે પોઝ આપ્યો છે. પ્રોજેક્ટના શૂટિંગ માટે તૈયાર થતાં વખતની તસવીર પણ આ પોસ્ટમાં છે. તેણે ત્યાંના સુંદર લોકેશન પણ દેખાડ્યા છે. કેપ્શનમાં લખ્યું છે #amstagram ??. ન્યાસા દેવગણ મોસ્ટ પોપ્યુલર સ્ટારકિડ્‌સમાંથી એક છે. હાલ તે વિદેશમાં અભ્યાસ કરી રહી છે અને ઈન્ડસ્ટ્રીમાં હજી સુધી પગ મૂક્યો નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખાસ્સી ફેન ફોલોઈંગ એન્જાય કરે છે. સ્ટાઈલ ગેમમાં પણ ન્યાસા ટોપ પર છે, સોશિયલ મીડિયા પર તેના ઘણા ફેન પેજ છે અને તેમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરવામાં આવે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી કપૂર હાલ ફિલ્મ ‘બવાલ’નું શૂટિંગ કરી રહી છે, જેનું ડિરેક્શન નિતેશ તિવારી કરી રહ્યા છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, જેમાં લીડ એક્ટર વરુણ ધવન છે. જ્હાન્વી અને વરુણની એકબીજા સાથેની આ પહેલી ફિલ્મ છે. ‘બવાલ’ ૭ એપ્રિલ, ૨૦૨૩માં થિયેટરમાં રિલીઝ થવાની છે. એક્ટ્રેસ તેની અપકમિંગ ફિલ્મ ‘ગુડ લક જેરી’ના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે, જેનું ડિરેક્શન સિદ્ધાર્થ સેનગુપ્તાએ કર્યું છે. ફિલ્મમાં દીપક ડોબરિયાલ, મિતા વશિષ્ઠ, નીરજ સૂદ પણ મહત્વના રોલમાં છે. ‘બવાલ’ અને ‘ગુડ લક જેરી’, જ્હાન્વી ‘મિ એન્ડ મિસિસ માહી’માં પણ મહત્વના રોલમાં જાવા મળશે.