એન્ટાકર્ટિકાના થ્વાઈટ્‌સ ગ્લેશિયર પરથી એક મોટો ભાગ તૂટી પડી શકે છે. ડૂમ્સ-ડે ગ્લેશિયરના નામથી ઓળખાતું આ ગ્લેસિયરમાં ખતરનાક તિરાડ સામે આવી છે અને માનવું છે કે આવનારા થોડા વર્ષમાં એનું અમેરિકાના ફ્લોરિડા જેનો મોટો હિસ્સો તૂટી શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું કે જા એવું થાય છે તો એને વૈશ્વિનક સમુદ્ર સ્તરમાં અચાનક ખુબ વૃદ્ધિ થઇ શકે છે. એટલે ઘણા વિસ્તારો ડૂબી શકે છે. અને લોકોએ સ્થાનાંતર કરવું પડી શકે છે.
એક અહેવાલ મુજબ, સોમવારે બહાર પાડવામાં આવેલા નવા ડેટા સૂચવે છે કે થ્વાઇટ્‌સ ઇસ્ટર્ન આઇસ શેલ્ફ મહાસાગરોના ગરમ થવાના પરિણામે સબમરીન શોલ અથવા બેંક પર તેની પકડ ગુમાવી રહ્યું છે, જે એને શેષ ગ્લેશિયર સાથે જાડી રાખવા માટે પિનિંગ પોઈન્ટના રૂપમાં કાર્ય કરે છે. જેના કારણે તેમાં તિરાડો આવી રહી છે. અમેરિકન જીઓફિઝિકલ યુનિયનની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલી સેટેલાઇટ તસવીરોએ ટીઆઇઇએસમાં મોટી તિરાડો જાહેર કરી છે. મીટિંગમાં, સંશોધકોએ કહ્યું કે જા આ તરતી આઈસ શેલ્ફ તૂટશે, તો દરિયાની સપાટી લગભગ ૨૫% વધી જશે.
ગ્લેશિયોલોજિસ્ટ પ્રોફેસર ટેડ સ્કેમ્બોસે જણાવ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આગામી દાયકા કરતાં પણ ઓછા સમયમાં આ ગ્લેશિયરની સ્થિતિમાં નાટકીય ફેરફારો થવાના છે. થ્વાઈટ્‌સ ગ્લેશિયર ઝડપથી પીગળી
રહ્યું છે અને હવે તેનો મોટો ભાગ તૂટવાના જાખમમાં છે, જે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. તે જ સમયે, ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના એરિન પેટિટે, કારની વિન્ડશિલ્ડ સાથે હાલની તિરાડોની તુલના કરતા કહ્યું કે જે રીતે એક નાની અથડામણ વિન્ડશિલ્ડને સેંકડો ટુકડાઓમાં વિખેરી શકે છે એવું જ કંઈક થવાનું છે. તેમણે કહ્યું, ‘જા ગ્લેશિયરનો ટુકડો પડી જશે, તો તેના કારણે થ્વાઈટ્‌સ ગ્લેશિયરનો પૂર્વી ત્રીજા ભાગ વધુ ઝડપથી પીગળી જશે. આ ઘટનાને કારણે ગ્લેશિયર પીગળવાની ઝડપ ત્રણ ગણી વધી જશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીના વધતા તાપમાનને કારણે થ્વાઈટ્‌સ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યું છે, જે સમગ્ર વિશ્વ માટે એક મોટા ખતરાની નિશાની છે. એન્ટાર્કટિકાના પશ્ચિમ ભાગમાં સ્થિત આ ગ્લેશિયર સમુદ્રની નીચે કેટલાય કિલોમીટરની ઊંડાઈમાં ડૂબી ગયું છે અને તેમાંથી બરફના મોટા ખડકો સતત તૂટી રહ્યા છે. ૧૯૮૦ થી તેણે ઓછામાં ઓછો ૬૦૦ અબજ ટન બરફ ગુમાવ્યો છે. થ્વાઈટ્‌સના કુલ ક્ષેત્રફળ વિશે વાત કરીએ તો તે બ્રિટન કરતાં સહેજ નાનું હશે. આવી સ્થિતિમાં તેનું પીગળવું સમગ્ર વિશ્વના દરિયાકાંઠાના વિસ્તારોને નષ્ટ કરી શકે છે.
આ વર્ષની શરૂઆતમાં પણ થ્વાઈટ્‌સ ગ્લેશિયર વિશે એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સમુદ્રની અંદર ગ્લેશિયરમાં છિદ્રો છે. નાસાના વૈજ્ઞાનિકોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ગ્લેશિયરમાં એક મોટું કાણું પડી ગયું છે, જે યુએસના મેનહટન શહેરનો બે તૃતીયાંશ ભાગ છે. આ સિવાય તે ૧૧૦૦ ફૂટ ઉંચી છે. આ છિદ્રને જાઈને અનુમાન લગાવવામાં આવ્યું કે પીગળેલો બરફ લગભગ ૧૪ ટ્રિલિયન ટનનો હશે. હવે જે ઉપગ્રહની તસવીરો સામે આવી છે તે વધુ ગંભીર ખતરો તરફ ઈશારો કરે છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા કરી છે કે ગ્લેશિયરનો એક ભાગ તૂટવાને કારણે વિશ્વના સમુદ્રોના જળ સ્તરમાં ૫%નો વધારો થશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જશે.