નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની એસઆઇટી હવે માત્ર ત્રણ કેસની તપાસ કરશે. ટીમે અન્ય ત્રણ કેસને ફગાવી દીધા છે. એસઆઇટી સમીર ખાન, આર્યન ખાન અને અરમાન કોહલીના કેસની તપાસ કરશે. આઈજી-રેન્કના અધિકારીની આગેવાની હેઠળની એસઆઈટી, એનસીપી નેતા નવાબ મલિકના જમાઈ સમીર ખાનને સંડોવતા ડ્રગ્સ સ્મલિંગ કેસની તપાસ કરશે, જેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
મુંબઈ નજીક જહાજમાં ચાલતી ડ્રગ પાર્ટી પર એનસીબીએ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય અન્ય ઘણા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. આ કાર્યવાહી બાદ દ્ગઝ્રમ્ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે રાજકીય પક્ષોના નિશાના પર આવી ગયા હતા. એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે વાનખેડે પર અનેક હુમલા કર્યા હતા, ત્યારબાદ વાનખેડેને ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા કેસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.એનસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ હવે ત્રણ કેસ છોડી દીધા છે.
એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એસઆઇટી હવે માત્ર આ ત્રણ કેસની જ તપાસ કરશે. જ્યારે શરૂઆતમાં છ કેસો એસઆઈટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તે જોણવા મળ્યું હતું કે બાકીના ત્રણ કેસોમાં કોઈ વિદેશી લિંક્સ અસ્તિત્વત્વમાં નથી અને તપાસમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. જે ત્રણ કેસની બાદબાકી કરવામાં આવી હતી તેમાં આરોપીઓમાં કોઈ ઓળખીતી વ્યક્તિ નહોતી. મુંબ્રા, જોગેશ્વરી અને નાગપાડામાં પેટી ડ્રગ્સ જપ્ત કરવા સંબંધિત ત્રણેય કેસ મુંબઈમાં નોંધાયા હતા.